તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બહુચરાજી મંદિર પાસે એરાઇવલ પ્લાઝાની છત્રીના પથ્થર ધરાશાયી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બહુચરાજી:  શક્તિપીઠ બહુચરાજીમાં મંદિરની બહાર પ્રવાસન વિભાગ દ્વારા રૂ.11 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા એરાવઇલ પ્લાઝા ઉદઘાટન થયાના દોઢ વર્ષ પછી પણ બિનઉપયોગી હાલતમાં પડી રહ્યું છે. બીજીબાજુ, અહીં ઊભી કરાયેલી છત્રીઓની કમાનના પથ્થર છૂટા પડી નીચે પડવા લાગ્યા છે. એક છત્રીની કમાનનો 10 ફૂટ જેટલો ભાગ ધરાશાયી થયો હતો. સદનસીબે, અહીં કોઇની અવરજવર ન હોઇ દુર્ઘટના અટકી હતી. આ ઘટનાને પગલે કામની ગુણવત્તા સામે સવાલો ઉઠવા લાગ્યા છે.

બહુચર માતાજીના દર્શને આવતા યાત્રિકોને સુવિધા મળી રહે તે માટે રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા મંદિરના હાઇવે તરફના દરવાજાની બહાર 11 કરોડના ખર્ચે રાજસ્થાની પથ્થરોથી એરાઇવલ પ્લાઝા તૈયાર કરાયું છે. જેમાં ખાણી-પીણી અને પ્રસાદની દુકાનો તેમજ બેસવા માટે કલાત્મક છત્રીઓ બનાવાઇ છે. આ પ્રોજેક્ટનું દોઢ વર્ષ પહેલાં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે ઉદઘાટન કરાયું હતું. પરંતુ આજદિન સુધી આ વિભાગ બિનઉપયોગી પડી રહ્યો છે. 

બીજીબાજુ, કરોડોનો ખર્ચ કર્યા પછી પણ એજન્સી દ્વારા કામગીરીમાં વેઠ ઉતારાઇ હોવાની ફરિયાદો થતી રહી છે. જે સાચી પડતી હોય છત્રીના પથ્થરો છૂટા પડવા લાગ્યા છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ રાજુ ધ્રુવે મુલાકાત લીધી  ત્યારે કામગીરીમાં રહેલી ક્ષતિઓ તેમના ધ્યાને આવતાં તેમણે સ્થાનિક પ્રશાસનને કાર્યવાહી કરવા સૂચના આપી હતી. પરંતુ એજન્સી દ્વારા કોઇ જ કાર્યવાહી કરાઇ ન હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો