તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2007ના મારામારીના કેસમાં મહેસાણાના તત્કાલિન SP રાજુ ભાર્ગવ વિરુદ્ધ ધરપકડ વોરંટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
(તત્કાલિન મહેસાણા જિલ્લા પોલીસ વડા રાજુ ભાર્ગવ)
મહેસાણા: મહેસાણાના વર્ષ 2007ના મારામારીના એક કેસમાં તત્કાલિન એસપીને સાક્ષી તરીકે લેવાની અરજી કોર્ટે માન્ય કર્યા બાદ પણ તેઓ સાક્ષી તરીકે હાજર ન રહેતાં મહેસાણાની જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટક્લાસની કોર્ટે તત્કાલિન જિલ્લા પોલીસ વડા રાજુ ભાર્ગવનું ધરપકડ વોરંટ કાઢતાં આ મામલો પોલીસબેડામાં ચર્ચાસ્પદ બન્યો છે.મહેસાણામાં વર્ષ 2007માં જિલ્લા પોલીસ વડા તરીકે રાજુ ભાર્ગવ ફરજ બજાવતા હતા.
રાજુ ભાર્ગવ હાલમાં રાજસ્થાન બીએસએફમાં આઈજી તરીકે ફરજ બજાવી રહ્યા છે
આ સમયે થયેલી એક મારામારીનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. જેમાં આરોપી મહિલા પ્રજાપતિ ચેતનાબેને જે તે સમયે તેમણે જિલ્લા પોલીસવડાને રજૂઆત કરી હોવા બાબતે તત્કાલિન જિલ્લા પોલીસવડાને સાક્ષી તરીકે લેવાની અરજી કોર્ટમાં કરી હતી. જે સેસન્સ કોર્ટે માન્ય રાખી હતી. જે અંતર્ગત કોર્ટે સમન્સ બજાવ્યા બાદ પણ તત્કાલિન જિલ્લા પોલીસવડા હાજર ન રહેતાં સેસન્સ કોર્ટના આદેશથી જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટક્લાસ એચ.પી.જોશીએ તત્કાલિન જિલ્લા પોલીસ વડા રાજુ ભાર્ગવ વિરુદ્ધ ધરપકડ વોરંટ કાઢ્યું છે. રાજુ ભાર્ગવ હાલમાં રાજસ્થાન બીએસએફમાં આઈજી તરીકે ફરજ બજાવી રહ્યા છે ત્યારે આ ધરપકડ વોરંટના પગલે મહેસાણા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.
નિયમાનુસાર કાર્યવાહી કરાશે : જિલ્લા પોલીસ વડા
જિલ્લા પોલીસ વડા ચૈતન્ય માંડલિકે ગુરુવારે સાંજે ધરપકડ વોરંટ મળ્યું હોવાનું કહીં કોર્ટે કહ્યા મુજબ સમન્સ મળ્યા હતા કે નહોતા મળ્યા તેની તપાસ ચાલું છે અને નિયમાનુસાર કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો