તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બુટલેગરોને ભ્રષ્ટ અધિકારીઓ અને નેતાઓ છાવરે છે : અલ્પેશ ઠાકોર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખેરાલુ:ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહેસાણા જિલ્લા દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે ખેરાલુના કાદરપુર ખાતે સાંઇબાબા મંદિર સંકુલમાં સેવાકેમ્પનું આયોજન કરાયું છે. શનિવારે સેવાકેમ્પનું ઉદઘાટન કર્યા બાદ ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે જંગી સભાને સંબોધતાં જણાવ્યું કે, મને પદ અને પૈસાની કોઇ લાલચ નથી. પરંતુ 2017માં ઠાકોર સમાજનો મુખ્યમંત્રી ગુજરાતની ગાદી પર બેઠેલો જોવા માગુ છું. ઠાકોર સેનાએ જનતા રેડ કરી દારૂના અડ્ડા બંધ કરાવ્યા. પરંતુ રાજ્યના કેટલાક ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓ બુટલેગરોના મા-બાપ બની તેમને છાવરી રહ્યાં છે. આવા નેતાઓ અને અધિકારીઓને પરાસ્ત કરી દારૂબંધીનો કડક કાયદો બનાવવો છે.
અલ્પેશ ઠાકોર ફક્ત વ્યસનમુક્તિનું કામ કરવા નથી નીકળ્યો
ઠાકોરે વધુમાં બોલતાં જણાવ્યું કે, વ્યસન મુક્તિ માટે નશાબંધીનો કડક કાયદો ઘડવાનો અને સર્વાંગીણ વિકાસ સાધવાનો સમય પાકી ગયો છે. જે દારૂ વેચે તેને 10 વર્ષ અને જે દારૂ પીવે તેને 2 વર્ષની જેલ થાય તેવો કાયદો ઘડવો છે. ટીકાકારોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, અલ્પેશ ઠાકોર ફક્ત વ્યસનમુક્તિનું કામ કરવા નથી નીકળ્યો. કોઇપણ લડાઇ જીતવી હોય તો સામેવાળાની સેનાને નશો કરાવો એટલે તે હારી જાય. મારે ઠાકોર સેનાને વ્યસનમુક્ત કરી તંદુરસ્ત બનાવ્યા પછી લડાઇ કરવી છે.
મને પદ અને પૈસાની કોઇ લાલચ નથી:અલ્પેશ ઠાકોર
કેટલાક રાજકીય અગ્રણીઓ કહે છે કે દારૂબંધીનો અમલ નહીં થાય. પરંતુ મને શંકા છે કે, 6 ડિસેમ્બરે ઠાકોર સેના ગાંધીનગર પહોંચશે તો ગુજરાત સરકારની ગાદી હલી જશે. કદાચ સરકાર નવેમ્બરમાં જ દારૂબંધીનો નવો કાયદો ઘડી કાઢશે. અલ્પેશ ઠાકોરે એમ પણ કહ્યું કે, મને પદ અને પૈસાની કોઇ લાલચ નથી. પરંતુ 2017માં ઠાકોર સમાજનો મુખ્યમંત્રી ગુજરાતની ગાદી પર બેઠેલો જોવા માગુ છું.

આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો