ખેરાલુ: ધો.10ના એક વિદ્યાર્થીએ બીજાને છરી મારી દીધી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર

 

મહેસાણા: ખેરાલુ મ્યુનિસિપલ હાઇસ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વચ્ચે બુધવારે સાંજે 6 વાગ્યે થયેલી મારામારીનો મામલો ચર્ચાસ્પદ બન્યો છે. રિશેષમાં બોલચાલી અને ઝઘડા બાદ સ્કૂલ છૂટ્યા બાદ એક વિદ્યાર્થીએ બીજાને છરી મારી દીધી હતી. સ્કૂલમાં ધોરણ-10મા અભ્યાસ કરતો દેસાઇ વાસમાં રહેતો વૈદિક વિનોદભાઈ દેસાઈ બુધવારે રિશેષમાં તેની સાથે અભ્યાસ કરતા મિત્ર હામિદ બહેલીમને મળવા તેના ક્લાસરૂમમાં ગયો હતો. અહીં ક્લાસમાં પ્રવેશતા જ સામે મળેલા મુનાફ બેહલીમના ખભાને અથડાતા તેઓ વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં તેને અપશબ્દો બોલાતાં મુનાફને અટકાવતાં જ મામલો ઉગ્ર બન્યો હતો.

 

શાળા છૂટ્યા બાદ મારામારી

 

સ્કૂલ છૂટ્યા બાદ વૈદિક શાળાની બહાર પહોંચ્યો હતો. ત્યાં જ જમાલ બહેલીમે તેને પાછળથી પકડી બોલાચાલી કરી હત. જેમાં અહીં હાજર મુનાફ બેહલીમ અને અન્ય એક કિશોરે પોતાના હાથમાં રહેલી છરી વડે વૈદિક ઉપર હુમલો કર્યો હતો અને મોઢા ઉપર મુક્કા માર્યા હતા. છરીના હુમલાથી બચવાના પ્રયાસમાં વૈદિકના કાપળના ઉપરના ભાગે ઇજા થઇ હતી. ઘટના સમયે હાજર સ્કૂલના વિદ્યાર્થી વેદાંત ભાવસારે દરમિયાનગીરી કરી તેને વધુ મારથી બચાવી અન્યોની મદદ લીધી હતી. લોકો ભેગા થતાં સારવાર માટે ખસેડાયેલ વૈદિક દેસાઈએ ખેરાલુ પોલીસ સ્ટેશનમાં મુનાફ બેહલીમ, જમાલ બહેલીમ અને અન્ય એક યુવક વિરુદ્ધ ફરિયાદ આપતા પી.આઈ. એમ એન હર્ષ તપાસ કરી રહ્યા છે.

 

વિદ્યાર્થી દફતરમાં જ છરી લઈને આવ્યો હતો

 

શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું કહેવું છે કે વૈદિક અને મુનાફ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. બનાવ સ્કૂલ છૂટ્યા પછી બન્યો હતો. માટે મુનાફ તેના દફતરમાં જ હુમલાના આશયથી છરી છુપાવીને રાખી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પીઆઇએ કહ્યું કે, ધોરણ10ના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીની ઘટના પોલીસમાં નોંધાઇ છે. સ્કૂલમાં લગાવેલા સીસી કેમેરાના ફૂટેજની ચકાસણી કરીને આગળની કાર્યવાહી હાથ ધરાશે. હુમલો કરનાર વિદ્યાર્થી છરી સાથે લાવ્યો હતો કે કેમ તેની તપાસ ચાલુ છે. 

 

અન્ય સમાચારો પણ છે...