દારુની રેલમછેલ/ મહેસાણામાં 4.13 કરોડના દારૂનો નાશ કરતી વખતે પાણીની જેમ રેલા વહ્યાં

Ralla flows like water while destroying liquor of 4.13 crores in liquor lamps / Mehsana

DivyaBhaskar.com

Dec 06, 2018, 01:35 AM IST

મહેસાણા: મહેસાણાના સામેત્રા રોડ પર ખુલ્લી જગ્યામા 7 પોલીસ સ્ટેશનનો નાશ કરવા લાવેલ રૂ 4.13 કરોડના દારૂના રક્ષણ માટે ખાસ પોલીસ ફોર્સ ઉતારી હતી અને ઇન્ચાર્જ એસપી મંજીતા વણઝારાએ જો કોઇએ એક પણ બોટલ ઉઠાવી છે તો ગાડીમા ભરીને પોલીસ સ્ટેશન પહોચતા કરીશ તેમ કહી નાશ કરવાના સ્થળને કોર્ડન કરતી પોલીસ ગોઠવી હતી.

જોકે, દારૂની પેટીઓ ઉતારવા આવેલા કેટલાક મજુરો પોલીસની નજર ચૂંકાવી પેટીઓ ઉતારતા જ બોટલો મોઢે માડતા હતા જ્યારે કેટલાક પેન્ટના ખિસ્સામા, સાથે લાવેલા કંતાનના કોથળામાં તો કેટલાક દારૂ ખાલી કરવા આવેલ ટ્રકના કેબીનમા સંતાડીને દારૂની બોટલો લઇ જતા પોલીસે પકડ્યા હતા. જાણીને નવાઇ લાગશે કે બેથી વધુ વ્યક્તિઓતો દારૂ વધુ પી જતા ઉલ્ટીઓ કરતા પણ જોવા મળ્યા હતા.

X
Ralla flows like water while destroying liquor of 4.13 crores in liquor lamps / Mehsana
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી