તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઢોર ચરાવતાં યુવકને બાઇકે ટક્કર મારતાં મોત નિપજ્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખેરાલુ તાલુકાના અરઠી- કાદરપુર ગામની વચ્ચે પૂરઝડપે નીકળેલા બાઇક ચાલકે ઢોર ચરાવી રહેલા યુવાનને ટક્કર મારતાં તેનું ઘટના સ્થળે મોત થયું હતું. જે અંગે ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

અરઠીના દિનેશભાઇ હરજીભાઇ રબારી (30) નામનો પશુપાલક શુક્રવારે ઢોર ચરાવવા ગયો હતો. દરમિયાન અરઠીથી કાદરપુર ગામ તરફ જવાના માર્ગે પૂરઝડપે પસાર થયેલા બાઇક (જીજે 31ઇ 9320)ના ચાલકે તેમને ટક્કર મારી અકસ્માત સર્જયો હતો. બાઇકની ટક્કરે પટકાયેલા યુવાનને માથામાં ગંભીર ઇજા થતાં લોકોની મદદથી તેને સારવાર માટે દવાખાને ખસેડાયો હતો. જોકે, અહીં હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો. અકસ્માત સર્જનાર મલેકપુર ગામના શૈલેશ કેશાજી ઠાકોર સામે ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો