બેન્કોમાં ગ્રાહકોનાં નાણાં તફડાવનારી એમપીની મહિલા ગેંગ મોબાઇલ લોકેશન આધારે ઝડપાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા જનતા સુપર માર્કેટમાં આવેલી સ્ટેટ બેંકમાં લાઇનમાં ઊભેલી મહિલાની નજર ચૂકવી પર્સમાંથી રૂ. 50 હજારની ચીલઝડપ કરનારી એમપી ગેંગની 5 મહિલાઓને એ ડિવિજન પોલીસે રાજકોટથી મોબાઇલ લોકેશન આધારે ઝડપી પાડી છે. ઝડપાયેલી આ ગેંગે પાટણમાં પણ લૂંટ આચર્યાની કબૂલાત કરી છે.

જોટાણામાં રહેતાં હંસાબેન હીરાભાઇ ચાવડા ગત 13 નવેમ્બરે મહેસાણા જનતા સુપર માર્કેટમાં આવેલી એસબીઆઇમાં પૈસા લઇ લાઇનમાં ફોર્મ ભરવા ઉભી હતી, તે વખતે પાછળ ઉભેલી બે અજાણી મહિલાઓ તેમની નજર ચૂકવી થેલીમાં મુકેલી રોકડ રૂ.50 હજાર ભરેલું પાકીટ તફડાવી નાસી ગઇ હતી. જે અંગે ફરિયાદ નોંધાતાં બી ડિવિજન PSI એમ.બી. વાઘેલા...અનુસંધાન પાન-2

સહિતની ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં બનાવ સ્થળના મોબાઇલ લોકેશનના આઇડીનું એનાલિસીસ કરતાં તેમાંથી મળી આવેલા શંકાસ્પદ મોબાઇલ નંબરોની કોલ ડિટેઇલ કઢાવી હતી. જેનું લોકેશન રાજકોટનું મળતાં સર્વેલન્સ સ્ટાફે 5 મહિલાઓને ઝડપી પૂછપરછ કરતાં તેમણે આ ચીલઝડપ તેમજ પાટણમાં પણ લૂંટ કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે આ ટોળકી પાસેથી રૂ.45 હજાર રોકડ રીકવર કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

પાટણમાં પણ લૂંટ આચર્યાની કબૂલાત, રૂ.45 હજાર રોકડ જપ્ત કરાઇ
ઝડપાયેલી ગેંગની મહિલાઓ

1. રવીના પપ્પુ દર્શનસીંગ સીસોદીયા (34)

2. હેમાબાઇ રામચંદ્ર ચમનાસીંગ સીસોદીયા (38)

3. કલાવતી ફોનસીંગ કેવનસીંગ સીસોદીયા (32)

4. રૂખસાના બાલકૃષ્ણ છત્રસીંગ ઉર્ફે ફુલવા સીસોદીયા (38)

5. લાંચી સાગર ગોરીલાલ સીસોદીયા (22)

(રહે. કડીયા સાંસી, તા.પચોર, જિ. રાજગઢ, મધ્યપ્રદેશ)
બેન્કોમાં \\\"શિકાર\\\'ની પાછળ ઉભી રહી હાથ મારતી હતી
મહિલાઓની આ ગેંગ 15 દિવસથી ગુજરાતમાં આવી છે. તે રેલવેની હદમાં જ રોકાય છે. હાથમાં આવતી મોટી રકમ એક મહિલા એમપી જઇ આપી આવતી હતી. બેંકોમાં ગ્રાહકના સ્વાંગમાં જે-તે શિકારની પાછળ ઉભી રહી સિફતપૂર્વક નાણાં ભરેલું પાકીટ ઉઠાવતી હતી. આ સમયે બેંકની બહાર અને અંદર વોચમાં ગેંગની મહિલાઓ રહે છે, જ્યારે એક મહિલા બધા માટે નિશ્ચિત જગ્યાએ રસોઇ બનાવવા રોકાયેલી રહે છે. ગુનાને અંજામ આપ્યા બાદ મહિલાઓ રેલવે માર્ગે સ્થળ બદલી લેતી હતી.

અન્ય સમાચારો પણ છે...