તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોળાસણમાં ઉછીના આપેલાં નાણાંની ઉઘરાણી કરતાં મહિલાઓ બાખડી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોળાસણ ગામે હાથઉછીના આપેલા નાણાંની ઉઘરાણી મુદ્દે 3 મહિલાઓ બાખડી પડી હતી. જેમાં બે મહિલાએ દાતરડા વડે કરેલા હુમલામાં એક મહિલાને ગંભીર ઇજા પહોંચી હતી. જે અંગે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. જ્યારે ખાવડ ગામે મકાનની બાજુમાં જગ્યા છોડી દીવાલ બનાવવાનું કહેતા પિતા અને 2 પુત્રોએ કરેલા હુમલામાં એક વ્યક્તિને ઇજા થઇ હોવાની ફરિયાદ બાવલુ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

ધોળાસણનાં રમીલાબેન મનુજી ઠાકોરે અગાઉ હાથઉછીની આપેલી રકમની ઉઘરાણી કરતાં શિલ્પાબેન વજાજી ઠાકોરે બોલાચાલી કરી હતી. જેમાં રમીલાબેને અપશબ્દો નહીં બોલવાનું કહેતાં ઉશ્કેરાયેલાં શિલ્પાબેન વજાજી ઠાકોર અને લીલાબેન બળદેવજી ઠાકોરે દાતરડા વડે હુમલો કરતાં રમીલાબેનને માથા અને આંખ નજીક ઇજા પહોંચતાં સારવાર માટે લઇ જવાયાં હતાં. ે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં શિલ્પા વજાજી ઠાકોર અને લીલાબેન બળદેવજી ઠાકોર સામે ફરિયાદ નોંધાવી છે.

જ્યારે કડીના ખાવડ ગામે રાવળવાસમાં રહેતાં શારદાબેન પશાભાઇ રાવળે રહેણાંક મકાનની બાજુમાં નવું મકાન બનાવી રહેલા ભલાભાઇ રાવળને પોતાની જગ્યા છોડી દીવાલ બનાવવાનું કહેતાં તેઓ વચ્ચે થયેલી બોલાચાલી હુમલા સુધી પહોંચી હતી. જેમાં ભલાભાઇ અને તેમના પરિવારે લાકડી, ધોકા વડે હુમલો કરી શારદાબેનને ઇજા પહોંચાડી હતી. આ અંગે બાવલુ પોલીસમાં ભલા સોમાભાઇ રાવળ, રાજુ ભલાભાઇ અને દશરથ ભલાભાઇ સામે ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...