તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેરાલુના ભાઠાપુરા શાળામાં કરંટથી છાત્રના મોત બાદ શાળાઓમાં વાયરિંગ ચેકિંગના આદેશ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરાલુ તાલુકાની ભાઠાપુરા પ્રાથમિક શાળામાં ગુરુવારે ધોરણ 7માં ભણતા બાળકનું પાણીની મોટરના વાયરને અડકી જતાં લાગેલા કરંટથી મોત થતાં હરકતમાં આવેલા જિલ્લા શિક્ષણ વિભાગે આવી દુર્ઘટના ન સર્જાય તે માટે તમામ પ્રા.શાળાઓમાં વીજ વાયરિંગ અંગે ચેકિંગ કરવા આદેશ કર્યો છે. દરમિયાન, ભાઠાપુરા શાળાની ઘટનામાં ટીપીઓએ હાથ ધરેલી તપાસમાં શાળામાં ટાંકીમાં પાણી ભર્યા પછી મોટર કાઢી લેવાનું ભૂલી જતાં આ ઘટના બની હોવાનું પ્રા. તપાસમાં બહાર આવ્યું છે.

ભાઠાપુરા પ્રા. શાળામાં ગજેન્દ્ર ભરતજી ઠાકોર નામના વિદ્યાર્થીનું કરંટ લાગવાથી મોત નીપજ્યા બાદ સફાળા જાગેલા શિક્ષણ વિભાગે તમામ શાળાઓને વાયરિંગની ચકાસણી કરવા સૂચના આપી છે. ખુલ્લા વીજવાયર, વીજબોક્ષ હોય તો ત્વરીત યોગ્ય કરાવી લેવા તમામ શાળાઓને ટીપીઓ મારફતે સૂચના કરી હોવાનું પ્રા. શિક્ષણાધિકારી સ્મિતાબેન પટેલે જણાવ્યું હતું. ભાઠાપુરા શાળાના બનાવ અંગે ખેરાલુ TPO કલ્પનાબેન ચૌધરીને તપાસ સોંપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...