તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણાની સનસીટીમાં ત્રણ દિવસથી પાણીની વલખાં,મહિલાઓને રઝળપાટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણામાં પોલીસ હેડ ક્વાર્ટર પાછળ સનસીટી સોસાયટીમાં છેલ્લા ત્રણ દિવસથી પૂરતું પાણી આવતું ન હોઇ મહિલાઓને પાણી માટે આસપાસના વિસ્તારમાં રઝળપાટ કરવો પડે છે. પાણીની સમસ્યાથી કંટાળેલી મહિલાઓ સોમવારે પાલિકા આવી હતી અને વોટરવર્કસ શાખામાં હૈયાવરાળ ઠાલવી હતી.

સનસીટીની મહિલાઓએ બિલકુલ ઓછા ફોર્સના કારણે ઘરના નળ સુધી પાણી પહોંચતું ન હોવાની રજૂઆત વોટરવર્કસ અને ઉપપ્રમુખ પુરીબેન પટેલને કરી હતી. જ્યારે હાઇવે પર આવેલા ખુશ્બુ ફ્લેટમાં પૂરતા ફોર્સથી પાણી સપ્લાય ન આવતાં ઘણા ઘરને પાણીથી વંચિત રહેવું પડે છે. જેના કારણે છેલ્લા દશેક દિવસથી ખાનગી ટેન્કર લાવી પાણીની જરૂરિયાત પૂરી કરવી પડતી હોવાનું રહીશોએ જણાવ્યું હતું.

આ અંગે વોટરવર્કસના સૂત્રોએ કહ્યું કે, છેલ્લા ચાર દિવસમાં વાયુ વાવાઝોડામાં વીજ પુરવઠો અવારનવાર ચાલુ-બંધ થયા કરતાં છેવાડાના વિસ્તારમાં પૂરતા ફોર્સથી પાણી પહોંચવાની થોડી મુશ્કેલી હતી. જોકે, હવે રાબેતા મુજબ થશે.મહેસાણામાં પોલીસ હેડ ક્વાર્ટર પાછળ સનસીટી સોસાયટીમાં છેલ્લા ત્રણ દિવસથી પૂરતું પાણી આવતું ન હોઇ મહિલાઓને પાણી માટે આસપાસના વિસ્તારમાં રઝળપાટ કરવો પડે છે. પાણીની સમસ્યાથી કંટાળેલી મહિલાઓ સોમવારે પાલિકા આવી હતી અને વોટરવર્કસ શાખામાં હૈયાવરાળ ઠાલવી હતી.

સનસીટીની મહિલાઓએ બિલકુલ ઓછા ફોર્સના કારણે ઘરના નળ સુધી પાણી પહોંચતું ન હોવાની રજૂઆત વોટરવર્કસ અને ઉપપ્રમુખ પુરીબેન પટેલને કરી હતી. જ્યારે હાઇવે પર આવેલા ખુશ્બુ ફ્લેટમાં પૂરતા ફોર્સથી પાણી સપ્લાય ન આવતાં ઘણા ઘરને પાણીથી વંચિત રહેવું પડે છે. જેના કારણે છેલ્લા દશેક દિવસથી ખાનગી ટેન્કર લાવી પાણીની જરૂરિયાત પૂરી કરવી પડતી હોવાનું રહીશોએ જણાવ્યું હતું.

આ અંગે વોટરવર્કસના સૂત્રોએ કહ્યું કે, છેલ્લા ચાર દિવસમાં વાયુ વાવાઝોડામાં વીજ પુરવઠો અવારનવાર ચાલુ-બંધ થયા કરતાં છેવાડાના વિસ્તારમાં પૂરતા ફોર્સથી પાણી પહોંચવાની થોડી મુશ્કેલી હતી. જોકે, હવે રાબેતા મુજબ થશે.

ભાસ્કર ન્યૂઝ | મહેસાણા

મહેસાણામાં પોલીસ હેડ ક્વાર્ટર પાછળ સનસીટી સોસાયટીમાં છેલ્લા ત્રણ દિવસથી પૂરતું પાણી આવતું ન હોઇ મહિલાઓને પાણી માટે આસપાસના વિસ્તારમાં રઝળપાટ કરવો પડે છે. પાણીની સમસ્યાથી કંટાળેલી મહિલાઓ સોમવારે પાલિકા આવી હતી અને વોટરવર્કસ શાખામાં હૈયાવરાળ ઠાલવી હતી.

સનસીટીની મહિલાઓએ બિલકુલ ઓછા ફોર્સના કારણે ઘરના નળ સુધી પાણી પહોંચતું ન હોવાની રજૂઆત વોટરવર્કસ અને ઉપપ્રમુખ પુરીબેન પટેલને કરી હતી. જ્યારે હાઇવે પર આવેલા ખુશ્બુ ફ્લેટમાં પૂરતા ફોર્સથી પાણી સપ્લાય ન આવતાં ઘણા ઘરને પાણીથી વંચિત રહેવું પડે છે. જેના કારણે છેલ્લા દશેક દિવસથી ખાનગી ટેન્કર લાવી પાણીની જરૂરિયાત પૂરી કરવી પડતી હોવાનું રહીશોએ જણાવ્યું હતું.

આ અંગે વોટરવર્કસના સૂત્રોએ કહ્યું કે, છેલ્લા ચાર દિવસમાં વાયુ વાવાઝોડામાં વીજ પુરવઠો અવારનવાર ચાલુ-બંધ થયા કરતાં છેવાડાના વિસ્તારમાં પૂરતા ફોર્સથી પાણી પહોંચવાની થોડી મુશ્કેલી હતી. જોકે, હવે રાબેતા મુજબ થશે.

અન્ય સમાચારો પણ છે...