તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બહુચરાજીના મેળામાં ઇવીએમ નિદર્શન સાથે મતદાન જાગૃતિનું માર્ગદર્શન અપાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમે કરીશું મતદાન તમે પણ મતદાન કરશો આ શબ્દોથી બહુચરાજી મંદિર પરીસર ગાજી ઉઠ્યું હતું, ચૈત્રી પૂનમના મેળાના પગલે રાજ્યભરમાંથી કિન્નર સમુદાય માતાજીની પુજા અર્ચના કરવા આવતા હોય છે. તેઓ રાજ્યના દરેક મતદારને મતદાન કરવા ખાસ અપીલ કરી હતી.

મહેસાણા લોકસભા બેઠક વિસ્તારમાં ત્રીજી જાતિના ૩૬ મતદારો નોંધાયા છે.ચૈત્રી પૂનમના પગલે બહુચરાજી મંદિર પરીસરમાં મોટી સંખ્યામાં માઇભક્ત કિન્નર સમુદાયના લોકો રાજ્યના વિવિધ વિસ્તારમાંથી આવતા હોય છે. સમગ્ર રાજ્યમાં ૯૯૦ મતદારો ત્રીજી જાતિના નોંઘાયા છે.જે ગત સપ્ટેમ્બર ૨૦૧૮ની સ્થિતિએ ૮૩૪ હતા.ત્યાર બાદ સંક્ષિપ્ત સુધારણા બાદ ત્રીજી જાતિના મતદારોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. બહુચરાજી ખાતે આ સમુહે રાજ્યના મતદારોને મતદાન કરવાની અપીલ કરી હતી. કિન્નર સમુદાયને બહુચરાજી મામલતદાર દ્વારા ઇવીએમ અને વીવીપેટ સહિત મતદાન જાગૃતિ અંગેનું માર્ગદર્શન આપ્યું હતું. મતદાન કરવાના શપથ લેવડાવી અન્ય મતદારોને પણ મતદાન કરવા અપીલ કરાઇ હતી. પરિસરમાં ટેન્ટ બનાવી ભાવી ભક્તોને ઇવીએમ અને વીવીપેટની સમજ આપવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...