તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Mehsana News Voter List Improvement Boomerad Of The Form To Fill Up The Form Again Without Making Mistakes In The Electoral Roll 023133

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મતદાર યાદી સુધારણા : ચૂંટણીકાર્ડમાં ભૂલો ન સુધરતાં ફરી ફોર્મ ભરવા પડતા હોવાની બૂમરાડ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા શહેર સહિત જિલ્લાભરમાં શનિવાર અને રવિવારે મતદાર યાદી સુધારણા અંતર્ગત નામ દાખલ કે સુધારા- વધારા માટે બીએલઓ મારફતે ફોર્મ વિતરણ અને ભરાયેલા ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા. જોકે આ પૈકી કેટલાક તો અગાઉ મતદાર યાદીમાં તેમનું નામ, સરનામુ સુધારવા માટે ફોર્મ આપી ચૂક્યા હોવા છતાં યાદીમાં ભૂલ જ રહી ગયાની ફરિયાદો ઉઠી છે. રવિવારે મહેસાણાના નાગલપુર કોલેજ બુથમાં આવા કેટલાક મતદારોએ તંત્ર દ્વારા બરોબર ચકાસણી કરાતી નહીં હોવાનો બળાપો ઠાલવ્યો હતો.

બીએલઓ દ્વારા મતદારો તરફથી આવતા ફોર્મ વિસ્તારની મામલતદાર કચેરીએ સુધારણા માટે જમા કરાવી દેવાય છે. પરંતુ ત્યાં તંત્ર દ્વારા અાડેધડ ડેટા એન્ટ્રી કે ચકાસણીમાં ચોકસાઇના અભાવે કેટલાક મતદારોએ કરાવેલા સુધારા જેમના તેમ રહી ગયા હોવાની રાવ છેે. રવિવારે મતદાર યાદી અંતર્ગત ઝુંબેશમાં નાગલપુર કોલેજ બુથમાં તમામ બીએલઓ હાજર રહીને કામગીરી કરી હતી. અહીં આવેલા પાલિકાના કોર્પોરેટર અને તિરૂપતિ ટાઉનશીપમાં રહેતા વિષ્ણુભાઇ પટેલે બળાપો ઠાલવતાં કહ્યું કે, અગાઉ બે વખત તેમની પત્નીના ચૂંટણીકાર્ડમાં તેમના નામમાં રહેલી ભૂલ સુધારવા માટે અરજી આપી હતી, પરંતુ મામલતદાર કે પ્રાંત કચેરીએથી સુધારો થઇને યાદીમાં નહીં આવતાં જૂનું ભૂલવાળું નામ જ રહ્યું છે. ચૂંટણી કાર્ડમાં લીલાબેન નામ છે જે સુધારો કરીને લીલાવતીબેન કરવા માટે આજે ફરી ફોર્મ ભરીને આપ્યું હતું. તેમણે કહ્યું કે, બીએલઓ કચેરીએ જમા કરાવી દે છે પણ કચેરીથી બરોબર સુધારણા નહીં થતાં લોકોને હાલાકી પડી રહી છે. મામલતદાર અને પ્રાંત અધિકારીએ જૂની અરજીઓ રિપીટ ન થાય અને નવી અરજીઓ લેવામાં તકલીફ ના પડે તે માટે જવાબદાર અધિકારીને સૂચન કરવું જોઇએ.

પુનિતનગરના યુવાન કિશન જયંતિભાઇ ટાંકે પ્રથમવાર મતદાર યાદીમાં નામ દાખલ કરવા ફોર્મ ભરી આપ્યું હતું, પણ યાદીમાં કિશન નામ જ નથી અને ટાંક ટાંક એક બે વખત લખાઇને ચૂંટણીકાર્ડમાં આવ્યાની ભૂલ છે. આ યુવાને નામમાં સુધારા માટે ફરી ફોર્મ ભરીને આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો