તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણામાં રવિવારે પતંગોત્સવને લઇ વાહનોને ડાયવર્ઝન અપાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણાના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં રવિવારે સવારે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવથી આકાશ 15 દેશોના પતંગબાજોના કરતબોથી રંગીન થઇ ઉઠશે. આ મહોત્સવ વ્યવસ્થાના ભાગરૂપે ચામુંડાનગર સોસાયટી તરફથી રાજમહેલ રોડ ઉપર આવતા વાહનોને પોલીસ પરેડ ગ્રાઉન્ડવાળા રોડના બદલે સનસીસીટી બંગ્લોઝ થઇ આંબેડકર બ્રીજ, હીરાનગર થઇને જવાનું રહેશે. આજ રીતે મહેસાણાથી ચામુંડાનગર સોસાયટી તરફ જવા માટે પોલીસ પરેડ ગ્રાઉન્ડવાળા રોડનો ઉપયોગ બંધ કરીને તેના બદલે હીરાનગર,આંબેડકર બ્રિજ, સનસીટી જઇને ચામુંડાનગર તરફ જઇ શકાશે.મહોત્સવને લઇને ટ્રાફિકની અવરજવરમાં મુશ્કલી પડે નહી તે હેતુરસ રવિવારે વાહનો માટે પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડમાં પ્રવેશ બંધ કરતું જાહેરનામુ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે બહાર પાડ્યુ છે.

પાંચ સ્થળે વાહન પાર્કિંગ વ્યવસ્થા
1. કારકુન ચાલીની આગળ ખુલ્લી જગ્યામાં વિદેશી પંતગબાજોની 5 લકઝરી તથા અન્ય મોટા 60 વાહનો માટે.

2. પોલીસ હેડ ક્વાર્ટર પ્રા.શાળા પાછળ રેલવે સ્ટેશનની ખુલ્લી જગ્યામાં સુરક્ષા સર્કલ સામે સરકારી કચેરીઓની ગાડીઓ અને અન્ય મોટા વાહન તથા ટુવ્હીલર.

3. નર્સિગ ક્વાર્ટસમાં સ્કૂલના બાળકોને લઇ આવતા ટુવ્હીલર તથા મોટાવાહનો.

4. જૂની કોર્ટ તથા કલેકટર કચેરી સંકુલમાં નાનામોટા વાહનો.

5. જિલ્લા પંચાયત કચેરી કંપાઉન્ડમાં નાના મોટા વાહનો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો