તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડનગર સ્વામિનારાયણ મંદિરે શાકોત્સવ ઊજવાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડનગર | વડનગરમાં સ્વામિનારાયણ મંદિર દ્વારા શનિવારે પ.પૂ.આચાર્ય કોશલેન્દ્ર પ્રસાદજી મહારાજના આશીર્વાદ અને મંદિરના મહંત શાસ્ત્રી સ્વામિ નારાયણ વલ્લભદાસજીની પ્રેરણાથી શાકોત્સવની ઊજવણી કરાઈ હતી.આ શાકોત્સવમાં 300 કિલો બાજરીના રોટલા,3 ડબ્બા ઘી,200 કિલો ગોળ,100 કિલો મૂળા,50 કિલો લીલાં આથેલા મરચાં,200 કિલો વઘારેલી ખીચડી નો બે હજાર ભક્તોએ લાભ લીધો હતો.આ શાકોત્સવનું આયોજન મંદિરના કોઠારી શાસ્ત્રી વિશ્વ પ્રકાશદાસ જી અને પૂજારી સ્વામિ ધર્મવિહારી દાસજીએ હરિભક્તોના સહકાર અને સેવાથી કર્યું હતું.શાકોત્સવ પ્રસંગે સભાનું સંચાલન કોઠારી શાસ્ત્રી વિશ્વપ્રકાશદાસજીએ કર્યું હતું.આ પ્રસંગે મહેશાભાઈ શાસ્ત્રી અને મહંત શાસ્ત્રી સ્વામિ નારાયણ વલ્લભદાસજી દ્વારા સેવાભાવીઓનું પુસ્તકો આપી સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...