તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ખાનગી શાળામાં ધોરણ 1માં બાળકને

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ખાનગી શાળામાં ધોરણ 1માં બાળકને ભણાવવા માટે જરૂરીયાતમંદ વાલીઓ ઓનલાઇન અરજી કરવા લાગ્યા છે. જેમાં મહેસાણા જિલ્લામાં પાંચ દિવસમાં 2400 ઓનલાઇન અરજી થઇ છે તે પૈકી 1300 જેટલા બાળકના પ્રમાણપત્રો રીસીવીગ સેન્ટરમાં નોધાયા છે. હજુ આગામી 15મી સુધી પ્રવેશ માટે ઓનલાઇન અરજી કરી શકાશે અને ઓનલાઇન ભરેલ ફોર્મ દસ્તાવેજ સાથે 16મી સુધી રીસીવીગ સેન્ટરે સ્વિકારાશે તેમ પ્રા.શિક્ષણાધિકારી કચેરીના સુત્રોએ કહ્યુ હતું.

જિલ્લામાં 20 રીસીવીગ સેન્ટરમાં અત્યારસુધીમાં અંદાજે 1300નું રજીસ્ટ્રેશન થયુ છે. મહેસાણા શહેરમાં હૈદરીચોક ખાતે આવેલ સરકારી પ્રા.શાળા નંબર 1ના રીસીવીગ સેન્ટર ખાતે વાલીઓનો ઓનલાઇન અરજી બાદ દસ્તાવેજ રજીસ્ટ્રેશનમાં મંગળવારે ઘસારો જામ્યો હતો. અહિયા ત્રણ દિવસ દરમ્યાન 320 બાળકોની અરજીનું રજીસ્ટ્રેશન થયુ હતું.

અન્ય સમાચારો પણ છે...