તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લાની 6 પ્રાથમિક શાળામાં 10 સુધી બાળકો વચ્ચે બે- બે શિક્ષક

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મહેસાણા જિલ્લામાં 6 સરકારી પ્રાથમિક શાળાઓ એવી છે કે જ્યાં બાળકોની સંખ્યા 10 કે તેનાથી પણ ઓછી છે અને આવી શાળાઓમાં બે-બે શિક્ષક ફરજ બજાવી રહ્યા છે.નજીકની શાળામાં મર્જ કરવા ઓછી સંખ્યાવાળી શાળાઓની સર્વે કરાયા પછી રીપોર્ટ રાજ્ય નિયામકને કરીને આગામી સત્રની રાહ જોવાઇ રહ્યાનું સુમાહિતગાર સુત્રોએ જણાવ્યુ હતું.

જિલ્લામાં ગત ઓગસ્ટ2019ની સ્થિતિએ સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકોની સંખ્યા અને શિક્ષકોના પ્રમાણની જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીએ વિગતો મેળવી હતી.જેમાં સતલાસાણાની બે શાળા તેમજ મહેસાણા, વડનગર, બહુચરાજી અને જોટાણા તાલુકાની એક-એક શાળામાં બાળકોની સંખ્યા સાવ ઓછી એટલે કે 10 કે તેથી ઓછી હોવાનું બહાર આવ્યુ છે.જેમની પાછળ બે શિક્ષક ફરજ બજાવી રહ્યા છે. એમાયે જોટાણાના કૃષ્ણનગર ક.શાળામાં ઓગસ્ટની સ્થીતિએ માત્ર 9 બાળકો વચ્ચે ચાર શિક્ષકોનો સ્ટાફ હતો.

જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ઓગસ્ટ અંતિત શાળા સંખ્યા રીપોર્ટ મુજબ લક્ષ્મીપુરા પ્રા.શાળામાં ધોરણ 1 થી 5માં 8 બાળક,વડનગરના ખાનપુર(પેટાવર્ગ)માં 10 બાળક, સતલાસણાના નવા ફતેપુરામાં ચાર બાળક, હનુમાનનગરમાં 10 બાળક, બહુચરાજીના મહાદેવપુરા શાળામાં 9 બાળક અને જોટાણાના કૃષ્ણનગરની શાળામાં 9 બાળકોની સંખ્યા છે.એક વર્ગ પૂરતી પણ સંખ્યા ન શાળામાં થઇ નથી.આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સ્મિતાબેન પટેલે કહ્યુ કે, ઓછી સંખ્યાવાળી શાળાઓનો રીપોર્ટ વડી કચેરીને કરાયેલો છે. આગામી વર્ષથીઓછી સંખ્યાવાળી શાળાઓ મર્જ કરવી કે નહિ તે બાબત શિક્ષણ સમિતિમાં મૂકાશે અને નિર્ણય શિક્ષણ સમિતિ કરશે.

ઓછી સંખ્યાવાળી શાળાઓની સર્વે કરાયા પછી રીપોર્ટ રાજ્યના શિક્ષણ નિયામકને કરાશે

આગામી વર્ષથી શાળા મર્જ કરવા અંગે શિક્ષણ સમિતિમાં નિર્ણય લેવાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો