જમ્મુ તાવી ટ્રેનમાં બે શખ્સ વિસ્ફોટક લઇને આવી રહ્યાનો મેસેજ મળતાં દોડધામ મચી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પઠાણકોટ આર્મીમાં ફરજ બજાવતા જવાને અમદાવાદ જમ્મુ તાવી ટ્રેનની બી 4 બોગીમાં બે અજાણ્યા વ્યક્તિઓ ગોળા વિસ્ફોટકો લઇને આવી રહ્યાની માહિતી આપતા રેલવેના નાયબ પોલીસ અધિક્ષકથી માંડી મહેસાણા પોલીસનો કાફલ ખડકાયો હતો. મહેસાણા રેલવે સ્ટેશન 10મિનિટ ઉભી રહેલી ટ્રેનના તમામ ડબ્બાઓમા તપાસ કરતા કોઇ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ ના મળતા પોલીસે રાહતનો દમ લીધો હતો.

ગાંધીનગર પોલીસ કન્ટ્રોલરૂમે 11 મે બપોરે 11 વાગ્યે પશ્ચિમ રેલવે અમદાવાદ પોલીસ કન્ટ્રોલરૂમને મેસેજ કરેલ કે,વિરેન્દ્રસિંહ જાડેજા નામના વ્યક્તિએ જાણકારી આપેલ કે પોતે પઠાણકોટ આર્મીમા ફરજ બજાવે છે અને હાલમાં રજા પર કેદારનાથ છે.પઠાણકોટ આર્મીમા ફરજ બજાવતા પોતાના સાળા દ્વારા જાણકારી મળેલ કે, અમદાવાદ જમ્મુ તાવી ટ્રેન આવતી કાલે બપોરે અમદાવાદ પહોંચશે જે ટ્રેનમા જમ્મુથી બે માણસો ગોળા વિસ્ફોટકો લઇને આવે છે.તેમની બી,4 નંબરની બોગી અને 67,65 નંબરની સીટ છે.આ મસેજ મળતા જ રેલવેના નાયબ પોલીસ અધિક્ષકના સુપરવિઝન હેઠળ આરપીએફ,પશ્ચિમ રેલવે એલસીબી, એસઓજી,ક્યુઆરટી,બીડીડીએસ સ્ટાફ ,મહેસાણા રેલવે પોલીસની સાથે સંલગ્ન રાખી બિકાનેરથી ડબ્બાઓમાં તપાસ હાથ ધરાઇ હતી.મહેસાણા રેલવે સ્ટેશન પર રાત્રે 1.50 મિનિટે ઉપરોકત ટ્રેન આવતા પોલીસ કાફલો ટ્રેનના ડબ્બાઓમા દોડી જઇ તપાસ કરી હતી પરંતુ કાંઇ ના મળતા તમામે રાહત અનુભવી હતી. નોંધનીય છે કે,વિવાદાસ્પદ ડબ્બાની સીટ પર પોલીસે તપાસ કરતા હનુમાનગઢ રાજસ્થાનથી દિપીકા અભિષેક મોદી તેમના પિતા શ્યામ મુરારી સાથે મહેસાણા જઇ રહ્યાનુ ખુલ્યુ હતુ અને તેને કોઇ દાઢીવાળા વ્યક્તિને ન જોયો હોવાની કબુલાત કરી હતી.

જૂના રેલવેસ્ટેશને RDS દ્વારા ચેકિંગ કરાયું હતુ.

અન્ય સમાચારો પણ છે...