તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Mehsana News Two De 39winds Of Uttrayan Will Be Good The Winds Will Slow Down For Two To Two And A Half Hours In The Afternoon 032124

ઉત્તરાયણના બે દી’ પવનની સ્થિતિ સારી રહેશે બપોરે બે થી અઢી કલાક પવન થોડો ધીમો પડશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે પતંગબાજો માટે વાતાવરણ સૌથી મહત્વનો ભાગ ભજવતો હોય છે. વધુ પડતો પવન કે ઓછા પવનથી પતંગ રસીયાઓની મજા ફીકી પડી જતી હોય છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણે વાતાવરણ પર હવામાન વિભાગે જણાવ્યું છે કે આ બે દિવસ દિવસનું તાપમાન 27 થી 28 ડિગ્રીની વચ્ચે રહેશે. રાત્રીનું તાપમાન 10.0 ડિગ્રીની આસપાસ રહેશે. જેને લઇ સવાર અને સાંજના સમયે ઠંડીનો ચમકારો રહેશે. ઉત્તરાયણના બે દિવસ સવાર-સાંજ પવનની ગતી માપસરની રહેશે. બપોરના સમયે ફૂંકાનાર પવનમાં ઉતાર-ચડાવ જોવા મળશે.

ઉત્તરાયણના દિવસે પવનની સ્થિતિ
સમય પવનની ગતી

08.30 થી 11.30 08 થી 10 કિમી

11.30 થી 03.30 06 થી 07 કિમી

03.30 થી 05.30 08 થી 09 કિમી

વાસી ઉત્તરાયણે પવનની સ્થિતિ
સમય પવનની ગતી(પ્રતિ કલાકે)

08.30 થી 11.30 08 થી 09 કિમી

11.30 થી 03.30 05 થી 06 કિમી

03.30 થી 05.30 07 થી 08 કિમી

અન્ય સમાચારો પણ છે...