મહેસાણામાં બે ઘરફોડ | એક મકાનમાંથી 1.84 લાખની, બીજામાંથી હિસાબોની ફાઇલોની ચોરી

Mehsana News - two burglars in mehsana 184 lakhs of a house theft of files from the other 094507

DivyaBhaskar News Network

Jul 19, 2019, 09:45 AM IST
મહેસાણામા એક જ રાત્રીએ બે મકાનના તાળા તૂટ્યા હતા.નાગલપુર હાઇવે પર આવેલ સરસ્વતી બંગ્લોઝમાં તસ્કરો રોકડ અને સોના,ચાંદીના દાગીના મળી કુલ રૂ 1.84લાખની મત્તા ચોરી ગયા હતા જ્યારે પાંચોટ રોડ પર આવેલી શિવગંગા બંગ્લોઝમાથી તસ્કરો કન્સ્ટ્રકશનના હિસાબોની ફાઇલો ચોરી થઇ હતી.

નાગલપુર હાઇવે પર ચાઇના ગાર્ડન પાર્ટી પ્લોટની પાછળ આવેલી સરસ્વતી બંગ્લોઝમા રહેતા હર્ષાબેન સતીષચંદ્ર મહેતા અને તેમના મમ્મી સવારે 11 વાગ્યે અમદાવાદમા કેન્સર હોસ્પિટલમા દાખલ કરેલ હોઇ તેમની ખબર કાઢવા ગયા હતા.રાત્રી સમયે તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાનો નકૂચો તોડીબેડ રૂમની તિજોરીમાંથી તેઓ સોનાના પાટલા,બે પેન્ડલસહિત રોકડ રૂ 32 હજાર મળી કુલ રૂ 1.84 લાખની મત્તા ચોરી ગયા હતા.કામ કરવા ગયેલી કામવાળી બહેન મકાનનો દરવાજો ખુલ્લો જોઇ તરત હર્ષાલીબેનને જાણ કરી હતી.આ અંગે મહિલાએ શહેર બી ડિવિજન પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો.

પાંચોટ સર્કલ પાસે નજીક આવેલ શિવગંગા,2 બંગ્લોઝમા રહેતા અમર દિનેશચંદ્ર શાહના મકાનનો દરવાજો તોડીમકાનમા રહેલો તમામ સામાન વેરવિખેર કરી મુંકનારા તસ્કરો બેડ રૂમની તિજોરી તોડી તેમા રહેલ રોકડ રૂ 8હજાર અને કનસ્ટ્રકશનના હિસાબોની અંગત ફાઇલો ચોરી ગયા હતા.

X
Mehsana News - two burglars in mehsana 184 lakhs of a house theft of files from the other 094507
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી