તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણા એરોડ્રામમાં ત્રિપલ એ કંપનીએ પાલિકાનો બાકી વેરો ન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા એરોડ્રામમાં ત્રિપલ એ કંપનીએ પાલિકાનો બાકી વેરો ન ભરતા સીઝ કરાયેલ ત્રણ પ્લેન, હેંગર, ઓફીસની હરાજી માટે મિલ્કતની વેલ્યુએશન માટે એજન્સીઓ પાસેથી ભાવો મંગાવવામાં આવ્યા હતા.જેમાં પાલિકામાં બે એજન્સીએ રજુ કરેલા ભાવોના ટેન્ડર ગુરુવારે ખોલવામાં આવ્યા હતા.જેમાં પ્લેન સહિતની મિલ્કતની વેલ્યુએશન માટેના ભાવો અંગે આગામી શનિવારે આ એજન્સીઓને ચર્ચા કરવા બોલાવામાં આવી હોવાનું સુમાહિતગાર સુત્રોએ કહ્યુ હતું.નગરપાલિકાએ સીઝ કરેલ પ્લેનની વેલ્યુએશન પ્રક્રિયા પૂર્ણતાના આરે પહોચતા હરાજી પ્રક્રિયા વેગીલી બનવાના સંકેતો સાંપડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...