તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે ઉત્તરાયણ: પતંગ ચગાવવા પવનનો સાથ રહેશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મંગળવારે ઉત્તરાયણ અને બુધવાર વાસી ઉત્તરાયણના દિવસે ઠંડીનું જોર થોડું ઘટશે પણ પવન અનુકૂળ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. એટલે કે પતંગ રસિયાઓને પતંગ ચગાવવામાં પવનદેવનો સંપૂર્ણ સાથ મળી રહેશે. બંને દિવસ સવાર અને સાંજના પ્રતિ કલાકે 15 થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, જોકે, બપોરના સમયે 12 થી 2 વાગ્યા સુધી પવનની દિશા અનિયમિત બની શકે છે. બીજી તરફ ઉત્તરાયણના એક દિવસ અગાઉ સોમવારે આખો દિવસ મહેસાણા, વિસનગર, કડી, વિજાપુર, ઊંઝા, બહુચરાજી, વડનગર, જોટાણા, ખેરાલુ, સતલાસણા શહેર સહિત નાના-મોટા ગામોમાં દોરી-પતંગની ખરીદી માટે બજારોમાં ભીડ જામી હતી. બજારમાં છેલ્લા દિવસ સુધી દોરી-પતંગનો પૂરતો સ્ટોક હોઇ ભાવમાં ઉથલપાથલ વગર ખરીદી થઇ હતી. ખાસ કરીને સફેદ ચીલ પતંગ રૂ.70 અને કલર રૂ. 80ના કોડીના ભાવે છૂટથી ખરીદ્યા હતા. વડાલીમાં પવન સગર (13) બીજા માળેથી પટકાતાં મોત થયું હતું.

પતંગ-દોરીના ભાવમાં 20થી 25 ટકાનો વધારો, છતાં પતંગરસિયાઓએ કોડીબંધ ખરીદી કરી
ઊંધિયાના ભાવમાં 5 થી 10%નો વધારો
ઉત્તરાયણ નિમિત્તે મહેસાણામાં ઊંધિયા- જલેબીના નાના-મોટા 150 જેટલા સ્ટોલ બન્યા છે. ઊંધિયાનો કિલોનો રૂ.160થી 200 ભાવ, જલેબી તેલની રૂ.160, ઘીની જલેબીના રૂ. 400 સુધીના ભાવ રહેશે. ઉ.ગુ. મિઠાઇ ફરસાણ વેપારી એસો.ના મહામંત્રી કિર્તિભાઇ ગુપ્તાએ કહ્યું કે, તેલના ભાવ વધતાં ગત વર્ષ કરતાં ઊંધિયામાં 5 થી 10 ટકા ભાવ વધારો છે. લીલવાની કચોરી, પાતરાં, ખમણ, ફાફડાનું પણ ઊંધિયા સાથે ચલણ રહે છે.

ગાયોને સુકૂ ઘાસ આપો
નાયબ પશુપાલન નિયામક ર્ડા. ભરતભાઇ દેસાઇએ કહ્યું કે,ગાયને પુણ્ય મેળવવા અનાજ, ગોળ, લાડુના બદલે શક્ય હોય તો ગાયને લીલુ-સુકૂ ઘાસ મિક્ષ કરીને આપવું જોઇએ.

રાજમહેલ રોડ @ 11-16 PM

ઉત્તરાયણે ટેમ્પો જમાવવા પતંગ-દોરી સાથે પીપૂડા,ટોપી,ગોગલ્સ,ગુબ્બારા,પ્લાસ્ટીક ટેટુ વગેરેની ખરીદી કરી હતી.

સનગ્લાસ પહેરીને જ પતંગ ચગાવો
શહેરના ડૉ. વિનોદભાઇ પટેલે કહ્યું કે, સૂર્યની સામે સતત જોવાથી સીધા કિરણો આંખમાં ન આવે તે માટે ગોગલ્સ પહેરી શકાય. જેના ગ્લાસ ફાયબરના નહીં પણ સનગ્લાસ હિતાવહ છે. ફાયબર ગ્લાસમાં કિરણો સીધા આંખમાં આવતાં આંખને રક્ષણ ન મળે અને તકલીફ, બેચેની થઇ શકે. ગ્લાસ મટિરિયલ સારું હોય એવા કાળા ગ્લાસના ગોગલ્સ પહેરી શકાય. જેથી સૂર્યના કિરણો સીધા આંખમાં ન આવે અને આંખને પૂરતું રક્ષણ મળી શકે.

વહેલી સવાર, સાંજે ન ચગાવીએ
વહેલી સવારે પક્ષીઓ ખોરાક માટે દાણા ચણવા જતા હોય છે. સાંજના સમયે તે પરત ફરતાં હોય છે. આ બે સમયે પતંગ નહીં ચગાવવી જોઇએ. પશુપાલન નિયામક ર્ડા. ભરતભાઇ દેસાઇએ સવારે 7 થી 9 અને સાંજે 5 થી 7 દરમિયાન પક્ષીઓની સલામતી માટે પતંગ નહીં ચગાવવા અપીલ કરી હતી.

આટલી કાળજી રાખવી
બાળકોએ વાલીની દેખરેખ હેઠળ પતંગો ચગાવવા.

આંગળીએ મેડિકેટ ટેપ લગાવો, જેથી દોરીથી ચીરો ન પડે.

ગળામાં સેફ્ટીબેલ્ટ પહેરો.

ઘાયલ પક્ષી મળે તો પાણી ન છાંટવું, પાંખમાંથી દોરી ન ખેંચતાં પક્ષીને કપડામાં લપેટી લો.

આ બાબતો ન કરીએ
જાહેર રસ્તે પતંગપકડવા ન દોડવું

ઇલેકટ્રીક વાયર, વીજ થાંભલાની પાસે પતંગ ન ચગાવીએ.

તૂટેલી, લીસી કે નબળી અગાસી કે પતરાં પર ઉભા ન રહેવું.

પક્ષી સારવાર માટે સંપર્ક

શિવગંગા એનિમલ હેલ્પલાઇન નંબર : 02762-232444 , 84908 88000 ભરતભાઇ આચાર્ય

મહેસાણા એનીમલ હેલ્પલાઇન નંબર : 73839 38555 કિરણ રાવત, 72050 58080 મૌલિક સુતરિયા

વાઇલ્ડ લાઇફ નેચર કન્ઝર્વેશન ટ્રસ્ટ : 87330 81220 મૌલેશ દવે

મહેસાણા પશુ દવાખાનું (કરૂણા સેતુ) : 02762- 221103, ઇમરજન્સી-1962 તમામ તાલુકા પશુદવાખાના સેન્ટર
મહેસાણામાં અંબાજી પરા વિસ્તારની ઘટના
પતંગ ચગાવતાં છાપરા પરથી પટકાયેલ કિશોરને પીઠમાં ઇજા
કિશોર મામાના ઘરે ઉત્તરાયણ કરવા આવ્યો છે
ભાસ્કર ન્યૂઝ | મહેસાણા

મૂળ રાધનપુરના જાવંત્રી ગામનો ચેતન મુકેશભાઇ પરમાર (13) ઉતરાયણ કરવા માટે મહેસાણામાં અંબાજી પરા વિસ્તારમાં રહેતા મામાના ઘરે આવ્યો હતો. સોમવારે સવારે 10.30 વાગ્યે તે છાપરા પર ચઢી પતંગ ચગાવી રહ્યો હતો, ત્યારે એકાએક પગ લપસતાં તે 10 ફૂટ નીચે પટકાયો હતો. જેમાં પીઠના ભાગે ગંભીર ઇજા થતાં બનાવ સ્થળે ભેગા થયેલા લોકોની મદદથી સારવાર માટે સિવિલમાં લવાયો હતો. ચેતનના કહેવા મુજબ, પતંગ ચગાવતાં ધ્યાન ના રહ્યું ને પગ લપસતાં પડી ગયો હતો.

મહેસાણામાં ત્રણ દી\\\'માં દોરીથી 12 પક્ષી ઘાયલ
મહેસાણા જિલ્લામાં ઉત્તરાયણ નિમિત્તે તા.10મીથી એનજીઓના સહયોગથી તંત્ર દ્વારા પક્ષીઓની સારવાર માટે કરૂણા અભિયાન શરૂ કરાયું છે. આ ત્રણ દિવસમાં જિલ્લામાં 12 પક્ષી દોરીથી ઘાયલ થતાં તેમની સારવાર કરી જીવ બચાવાયો હતો. વન વિભાગના સૂત્રોએ કહ્યું કે, તા.10મીએ કબુતર, તા.11મીએ કબુતર અને સમડી તેમજ તા.12મીએ 7 કબુતર 7 ઘાયલ થતાં સારવાર અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો