તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉ.ગુ.માં આજે ભારે વરસાદની આગાહી,NDRFના ધામા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અરબી સમુદ્રમાં વાયુ વાવાઝોડું સોમવારે બપોરે નબળું પડતાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની ઘાત ટળી ગઇ છે. જોકે, સોમવારે સતત છઠ્ઠા દિવસે છુટાંછવાયાં વરસાદી ઝાપટાંનો દોર યથાવત રહ્યો હતો. મહેસાણા, ડીસા અને પાટણમાં ઝાપટાં વરસ્યાં હતાં. તો ઇડર, વડાલી અને હિંમતનગરમાં તેજ પવન સાથે અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. જો કે, હજુ પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે સાવચેતીના ભાગરૂપે NDRF ની 1-1 ટીમ સ્ટેન્ડ બાય રખાઇ છે. તેમજ તમામ અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ અપાયો છે.

સોમવારે વહેલી સવારથી ઉત્તર ગુજરાત કાળા ડિંબાગ વાદળોથી ઘેરાયેલું રહ્યું હતું. સાંજે 6 વાગ્યા સુધીમાં ઇડરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ડીસા અને તલોદમાં 3 મીમી, સરસ્વતી, દિયોદર અને હિંમતનગરમાં 2 મીમી વરસાદ નોંધાયો હતો.

બીજી બાજુ મંગળવારે કચ્છના દરિયાકાંઠે ટકરાતાં ડીપ ડિપ્રેશન એટલે કે હવાના ઊંડા દબાણના કારણે પાટણ અને બનાસકાંઠામાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેને લઇ પાટણમાં NDRFના 25 જવાનોની ટીમ અને પાલનપુરમાં 33 જવાનોની ટીમ સ્ટેન્ડ બાય કરાઇ છે. પાલનપુર ખાતે આવેલી ટીમના કમાન્ડન્ટ રાઘવાએ જણાવ્યુંં કે, ભારે વરસાદ અને વાવાઝોડાની મુસીબતને પહોંચી વળવા ટીમના જવાનો લાઇફ જેકેટ, બોટ, વુડન કટર સહિતના સાધનો સાથે 3 દિવસ માટે સ્ટેન્ડ બાય રહેશે.

એલર્ટ| પાલનપુરમાં NDRFના 33 જવાનોની ટીમ 3 દિવસ સ્ટેન્ડ બાય રહેશે, પાટણમાં પણ એક ટીમ તૈનાત કરાઇ
\\\"વાયુ\\\' નબળું પડ્યું છતાં તેની અસરરૂપે મહેસાણા સહિતના વિસ્તારોમાં ઝાપટાં વરસ્યાં હતાં.

24 કલાકાં હજુ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઇ શકે છે : હવામાન વિભાગ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કચ્છ તરફ આવી રહેલું વાવાઝોડું નબળુ પડ્યું છે. પરંતુ હવાના ઊંડા દબાણની સિસ્ટમ જોતાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને મહેસાણાના કેટલાક વિસ્તારોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડી શકે તેવી શક્યતા છે. તેમજ અરવલ્લી જિલ્લામાં છુટાછવાયાં વરસાદની શક્યતા છે.

ઉ.ગુ.માં સિઝનનો અઢી ટકા વરસાદ થયો
જિલ્લો જરૂરી હાલમાં

મહેસાણા 28.84 ઇંચ 3.47%

પાટણ 23.24 ઇંચ 2.98%

બનાસકાંઠા 24.88 ઇંચ 2.08%

સાબરકાંઠા 33.76 ઇંચ 3.36%

અરવલ્લી 33.76 ઇંચ 1.06%

સરેરાશ 29.04 ઇંચ 2.53%

પાટણ જિલ્લાના સમી, સાંતલપુર, શંખેશ્વર અને બનાસકાંઠાના દાંતીવાડા તાલુકામાં હજુ નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...