તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે ખાનગી હોસ્પિટલોમાં ઓપીડી સેવાઓ બંધ રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ.બંગાળના કોલકત્તામાં ડોક્ટરો ઉપર જીવલેણ હુમલા અને ત્યાર બાદ સ્થાનિક સરકારના બિન જવાબદાર વલણના વિરોધમાં સોમવારે અખિલ ભારતીય મેડિકલ એસોસીએશન દ્વારા અપાયેલા મેડિકલ સેવા બંધમાં મહેસાણા આઇએમએના તમામ ડોકટરો ખાનગી હોસ્પિટલમાં ઓપીડી મેડિકલ સેવાઓ બંધ રાખશે.મહેસાણા શહેર સહિત જિલ્લાના અન્ય શહેરોમાં પણ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની ઓપીડી સેવા બંધ રહેશે તેમ સૂત્રોએ જણાવ્યુ હતું.

અખિલ ભારતીય મેડિકલ એસો.ના આદેશ અનુસાર સોમવારે સવારે 6 થી મંગળવાર સવારે 6 વાગ્યા સુધી ખાનગી હોસ્પિટલોના ડોક્ટરોએ દર્દીઓની તપાસ કરતી મેડિકલ સેવાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જોકે, ઇમરજન્સી સારવાર ચાલુ રહેશે.

મહેસાણા ઇન્ડિયન મેડિકલ એસો.ના સેક્રેટરી ર્ડા. વિયાંક પટેલે કહ્યંુ કે, શહેરમાં 250થી 300 જેટલા ડોક્ટર છે આ તમામ સોમવારે ઓપીડી સેવા બંધ રાખશે. આ સાથે ડેન્ટલ, આર્યુવેદિક ડોક્ટર એસો. પણ બંધમાં જોડાશે. સોમવારે સવારે 9 વાગ્યે મહેસાણાની લાયન્સ હોસ્પિટલના હોલમાં તબીબોની મિટિંગનું આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...