તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લાના પાણીની ગુણવતાં જાણવા 1 માર્ચથી સેમ્પલ લેવાનું શરૂ કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | જિલ્લાની વાસ્મો કચેરી દ્વારા ચોમાસા પૂર્વે જિલ્લાના 800 જેટલા પાણીના સોર્સમાંથી તેની ગુણવતાં ચકાસવા 1લી માર્ચથી સેમ્પલીંગ લેવાનું શરૂ કરાશે. એકત્રીત કરાયેલા સેમ્પલને જિલ્લાની 4 લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી અપાશે. તેમજ લેબોરેટરીમાંથી મળેલા તમામ રીપોર્ટ માત્ર તાલુકા કક્ષાની ટીમને સોંપવાની સાથે પ્રથમ વખત જે તે ગ્રામ પંચાયતના સરપંચને સોંપી તે અંગે જાણ કરાશે.

ચાલુ સાલે ચોમાસા પૂર્વેની પાણીની ગુણવતા ચકાસણી આગામી તા.1 માર્ચથી શરૂ કરાશે. જેમાં 3 સભ્યોની ટીમ દરરોજ 15 ગામમાં ફરી પાણીના સેમ્પલ એકત્રિત કરશે. અને લેવાયેલા સેમ્પલને મહેસાણા, વિજાપુર, કડી અને સતલાસણાની લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલી આપશે. જેમાં રાસાયણીક અને જીવાણુકીય પરીક્ષણ કરી તમામ સેમ્પલોનો રીપોર્ટ તૈયાર કરાશે. ફીટ અને અનફીટના આ રીપોર્ટ તાલુકા કક્ષાની ટીમને સોંપાશે. બીજી બાજુ આ રીપોર્ટ પ્રથમ વખત જે તે પંચાયતના સરપંચોને પણ સોંપાશે. અને જો પાણી અનફીટ હશે તો આ પાણીને કેવી રીતે પિવાલાયક બનાવવું તેની જાણકારી અપાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો