વિસનગરમાંથી 3 કેબલચોર પકડાયા, ત્રણ ગુના કબૂલ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર શહેરના મહેસાણા ચાર રસ્તા પાસે પોલીસે ઇકો ગાડીમાંથી કેબલ સાથે પકડાયેલા ત્રણ શખ્સોની પૂછપરછ કરતાં તેમણે વિસનગર અને વડનગરની ત્રણ કેબલ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

વિસનગર ડીવાયએસપી ટીમના હે.કો. પુષ્પેન્દ્રસિંહ, દિલીપસિંહ, મહિપાલસિંહ સહિત સ્ટાફે બાતમી આધારે મહેસાણા ચાર રસ્તા પાસે વોચ ગોઠવી ઇકો ( જીજે 01 આરયુ 6079)માં કેબલ ભરેલા હોવાથી ઉભી રખાવી ગાડીમાં બેઠેલા ત્રણ શખ્સોની કડક પૂછપરછ કરતાં ત્રણેય શખ્સોએ વડનગરના બે સ્થળોથી વાયર અને વાલમ ગામની સીમમાંથી એલ્યુમિનિયમના વાયરોની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. આથી પોલીસે ઠાકોર શકાજી છનાજી (રહે. દીતાસણ સીમ, તા.જી.મહેસાણા), ઠાકોર ભેમાજી અમરતજી (રહે. ,જેતલપુર, જિ.મહેસાણા) તથા પરમાર અશોક કાળાભાઇ (રહે. ભાકડીયા, તા.મહેસાણા)ની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...