તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આરોગ્ય વિભાગમાં ફરતી ગાડીઓ 1લી એપ્રિલથી બંધ કરવા ચીમકી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જિલ્લા આરોગ્ય વિભાગમા ફરતી 110 ગાડીઓના ડ્રાઇવરોને 4 મહિનાથી પગાર ના ચૂંકવાતા શુક્રવારે જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમા પગાર ચૂંકવણી નહી થાય તો 1લી એપ્રિલથી ગાડીઓ બંધ કરવા અલ્ટીમેટમ આપ્યુ હતુ.

મહેસાણા જિલ્લાના તમામ તાલુકાઓમા આરોગ્ય વિભાગ દ્વારા 110 જેટલી કોન્ટ્રાકટ પર ગાડીઓ ફળવાઇ છે.પરંતુ છેલ્લા 4 મહિનાથી ડ્રાઇવરોને પગાર ના ચૂંકવાતા તેમને ઘર ચલાવવુ મુશ્કેલ બન્યુ છે.આ સંજોગોમા અનેક રજૂઆતો કરીને થાકેલા ડ્રાઇવરોએ શુક્રવારે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારીને લેખિત આપ્યુ હતુ.જેમા તેઓ ઘર ચલાવવા વ્યાજે નાણા લાવ્યા છે અને વ્યાજ ચૂ઼કવીને થાક્યા છે. બાળકોનો અભ્યાસ અને ઘર ચલાવવાની જવાબદારી ખાલી ખિસ્સે નિભાવી શકાય તેમ ન હોઇ 1લી એપ્રિલથી ગાડીઓ બંધ કરવાનુ અલ્ટીમેટમ આપ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર મહિનાથી પગારથી વંચીત ડ્રાઇવરોની હાલત કફોડી બની છે ત્યારે તંત્ર દ્રારા આ બાબતને ગંભીરતાથી લઇ તત્કાલ તેઓના પગાર ચુકવવામાં આવે તેવુ ઇચ્છી રહ્યા છે.

ડ્રાઈવરો 4 મહિનાથી પગારથી વંચિત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો