તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Mehsana News Thousands Of Devotees Flock To The Three Day Rajat Jayanti Festival Of The Baps Swaminarayan Temple In Mehsana 065533

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણાના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો ત્રિદિવસીય રજત જયંતી મહોત્સવમાં હજારો હરિભક્તો ઊમટ્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના હસ્તે પ્રતિષ્ઠિત અહીંના બીએપીએસ સ્વામિ નારાયણ મંદિરના ત્રિદિવસીય રજત જયંતી મહોત્સવનો રવિવારે સાંજે પૂર્ણાહુતિ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત હજારો હરિભક્તોને સંબોધતાં સદગુરૂ પૂ.ડોકટર સ્વામીએ કહ્યું કે, મંદિર આપણા આધ્યાત્મિક સંસ્કારોનું પોષણ કરે છે અને તેનાથી જ આપણો સર્વાંગી વિકાસ થાય છે અને તેજ સાચો વિકાસ છે. આ પ્રસંગે સદગુરુ વર્ય વિવેકસાગર સ્વામીએ આશીર્વાદ પાઠવ્યા તેમજ પ.પૂ. ઇશ્વરચરણ સ્વામીએ પણ પ્રેરણા વચન પાઠવ્યા હતા.

પૂજ્ય સંતોએ જણાવ્યું કે, ઉજ્જવળ ભવિષ્ય બનાવવું હોય તો ભવ્ય વારસાનો ઉપયોગ કરો. આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આપણને ઉજ્જવળ ભવિષ્ય ઘડવા માટે ભવ્ય સાંસ્કૃતિક વારસો ભેટમાં મળ્યો છે. આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાનો આધાર સ્તંભ છે. આથી માર્ટીન લ્યુથર કિંગ કહે છે બીજા દેશમાં હું ટુરિસ્ટ તરીકે ગયો છું. પણ હિન્દુસ્થાનમાં યાત્રાળુ તરીકે આવ્યો છું. કારણ ભારત ભૂમિ એ જમીનનો ટુકડો નથી પણ પવિત્ર મંદિરોની તિર્થભૂમિ છે.

આપણા આર્યદ્રષ્ટા ઋષિમુનિઓએ સમાજના આધ્યાત્મિક અને સર્વાંગી ઉત્કર્ષ માટે આપણને મંદિરોની ભેટ આપી છે. મંદિર એટલે કેળવ દેવદ્વાર નહીં, પરંતુ જ્યાં સમય અટકે અને આત્માને શાંતિ મળે એનું સાંસ્કૃતિક અંકુશ. મંદિર એ જીવનનુ મધ્યબિંદુ છે. જેનાથી જીવનના બધા અંગોને પોષણ મળે છે. મંદિર એ હિન્દુ સમાજનું અનિવાર્ય અંગ છે. ભવ્ય ભારતીય સનાતન સંસ્કૃતિના આધારસ્થંભ સમા મંદિરોમાં સત્કર્મની ગંગા, પ્રભુભક્તિની યમુના અને આધ્યાત્મ જ્ઞાનની સરસ્વતી વહે છે. મંદિરથી દેહ, મન અને આત્માની શુદ્ધિ થાય છે. ભારતવર્ષ આવી ભવ્ય પરંપરાને સર્વોપરી ભગવાન સ્વામિનારાયણે મંદિરો બાંધી વિકસાવી કોઇપણ દેશમાં આધ્યાત્મિકતાનો આસ્તિકપણાનો આધાર છે. તેમાં દેવસ્થાનો, મંદિરો, ભારત વર્ષને એક તાંતણે બાંધવાનું સાક્ષાતકાર્ય કર્યું હોય તો તે છે આપણા મંદિરો.

ગુણાતીત આધ્યાત્મિક પરંપરાના પાંચમા આધ્યાત્મિક વારસદાર બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે સને 1994માં પ્રતિષ્ઠિત કરેલા મહેસાણાના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને 25 વર્ષ પૂર્ણ થતાં યોજાયેલા ત્રિદિવસીય રજત જયંતી મહોત્સવ રવિવારે હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો