મહેસાણા ATVTમાં લાઇનમાં ઉભા રહેવા છતાં દાખલા માટે ધક્કા

Mehsana News - though the mehsana stand in line in the atvt for example 094019

DivyaBhaskar News Network

Jul 19, 2019, 09:40 AM IST
મહેસાણા મામલતદાર કચેરીના એટીવીટી સેન્ટરમાં આવક-જાતિના દાખલા, ખેડૂતોને 7/12ના ઉતારા કઢાવવામાં કલાકો લાઇનમાં ઉભા રહ્યા પછી પણ વારંવાર ધક્કા ખાવા પડતા હોવાની બુમરાડ છેલ્લા ઘણા સમયથી ઉઠી છે, છતા નગરોળ તંત્ર સુચારૂ વ્યવસ્થા કરી શક્યુ નથી. ભાજપના યુવા મોરચાને સદસ્યતા અભિયાન દરમ્યાન લોકોએ રજુઆત કરતા કાર્યકર્તાઓ ગુરુવારે કલેકટર કચેરીએ દોડી ગયા હતા અને સાત દિવસમાં લોકોની તકલીફો દૂર કરો નહીં તો ના.મુખ્યમંત્રીને રજુઆત કરીશું તેમ જણાવ્યુ હતું.

જવાબદાર અધિકારી સાંભળતા નથી તેવી રજુઆત ભાજપના યુવા મોરચાને સદસ્યતા અભિયાન દરમ્યાન વિસ્તારના લોકોમાંથી જાણવા મળી હતી.જેને લઇને યુવા કાર્યકરો ગુરુવારે સવારે કલેકટર કચેરીએ સજેશનપત્ર આપીને રજૂઆત કરી હતી. લોકોની લાઇનો ઓછી થાય તેમજ છાંયડા અને પીવાના પાણી અને બેસવાની વ્યવસ્થા કરી કામ જલ્દી થી થાય તે માટે કોમ્પ્યુટર ઓપરેટરો વધારવા માંગ કરી હતી.આગામી સાત દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં કરાય તો સીએમ, નાયબ મુખ્યમંત્રીને રજુઆત કરીશુ.

X
Mehsana News - though the mehsana stand in line in the atvt for example 094019
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી