તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાડીમાં બેઠેલી મહિલાના થેલામાંથી 1.10 લાખના 11 તોલા દાગીનાની ચોરી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગરના પેથાપુરથી વિજાપુરના કુકરવાડા ગામે માસીની દીકરીના મામેરા પ્રસંગમાં આવવા નીકળેલી મહિલાના થેલામાંથી વાહનમાં મુસાફરી દરમિયાન કોઇ શખ્સ નજર ચૂકવી રૂ.1.10 લાખની મત્તાના 11 તોલા સોનાના દાગીના સેરવી ગયો હતો. ઘરે પહોંચ્યા બાદ થેલો ખોલતાં દાગીના નહીં જણાતાં ખબર પડી હતી. આ મામલે વસઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં ઇન્ચાર્જ પીઆઇ જી.એ. સોલંકીએ તપાસ હાથ ધરી છે.

પેથાપુર રાધે બંગ્લોઝમાં રહેતાં જાનકીબેન કુલદિપસિંહ વિહોલ ગત 20મીએ સાંજે 4 વાગ્યે કુકરવાડા ગામે રહેતાં માસી ચાવડા મેતાબા લક્ષ્મણસિંહની દીકરીના મામેરા પ્રસંગમાં જવા ઘરેથી તેમના પુત્ર રૂદ્ર સાથે નીકળ્યા હતા. તેઓ પેથાપુર ચોકડીથી ઇકોમાં બેસી માણસા આવ્યા હતા. માણસાથી કુકરવાડા આવવા પહેલા કમાન્ડર જીપમાં બેઠા હતા પરંતુ થોડીવાર પછી નહીં જાય તેમ કહી ચાલકે ઉતારી મૂક્યા હતા. આથી તેઓ બીજી ઇકો ગાડીમાં બેસી કુકરવાડા પહોંચ્યા હતા. માસીના ઘરે પહોંચી દાગીનાની જરૂર પડતાં તેમણે થેલો ખોલતાં અંદર પાઉચમાં મુકેલ 6 તોલા સોનાનો સેટ, બે બુટ્ટી એક તોલાની તેમજ ચાર તોલાનો સેટ મળીને કુલ 11 તોલા સોનાના દાગીના રૂ.1.10 લાખના જણાયા ન હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો