તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પત્નીને છોડી પ્રેમિકા સાથે રહેતા પતિ પાસે મહિલાએ ભરણપોષણ અને મકાન માગ્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ત્રણ સંતાનોના પિતાને કુંવારી યુવતી સાથે પ્રેમ કરવો ભારે પડ્યો.દોઢ વર્ષથી પ્રેમિકા સાથે રહેતા પતિ સામે મહિલાએ પોતાનુ અને સંતાનોનુ ભરણપોષણ કરવા અને મકાન લઇ આપવાની શરત મુકતાં મામલો મહિલા પોલીસમાં પહોંચ્યો હતો. મહિલા પોલીસે યુવાન,તેની પ્રેમિકાને પરિવાર સાથે બોલાવી લગ્ન જીવનને થાળે પાડવા તજવીજ કરી હતી.

મહેસાણાની યુવતીના જ્ઞાતિના જ યુવાન સાથે 7 વર્ષ અગાઉ લગ્ન થયા હતા અને સંતાનમાં બે દીકરી,એક દીકરો છે.આ સંજોગોમાં પતિને અન્ય યુવતી સાથે પ્રેમસંબધ બંધાતા તેઓ વચ્ચેના સંબંધો વણસ્યા હતા અને આ મુદ્દે અવાર નવાર ઝઘડા કરતી પત્નીને છોડીને યુવાન દોઢ વર્ષ અગાઉ પ્રેમિકા સાથે અલગ રહેવા જતો રહ્યો હતો.સાસરીમાં ઓશિયાળું જીવન લાગતાં પિયર રહેવા ગઈ હતી. આ દરમિયાન મહિલાએ તાજેતરમાં મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી.ગુરૂવારે મહિલા પોલીસ સ્ટેશન પહોચી બાંકડે બેઠેલી મહિલાએ કહ્યુ કે,મારે બે ભાઇઓ છે અને માતાનુ મૃત્યું થયુ છે.પિયરમાં રહી શકુ તેમ નથી અને સાસરીમાં પતિની ગેરહાજરીમાં હેરાન થઇ રહી છુ.આ સંજોગોમાં પોતાનુ ભરણપોષણ કરે અને રહેવા માટેની મકાનની વ્યવસ્થા કરે તેવી શરત મુકી હતી. મહિલા પોલીસે યુવાનને તેની પ્રેમિકા અને પરિવારને બોલાવી બન્ને પક્ષોને સમજાવવાની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો