તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પત્નીએ ગળે ટૂંપો ખાતાં ગુજરાતી ફિલ્મ કલાકાર શક્તિદાન ગઢવીનું આઘાતથી મોત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા તાલુકાના વિરસોડા ગામે પત્નીને ગળે ટૂંપો ખાધેલી હાલતમાં જોઇ બોલીવૂડ અને ઢોલીવૂડ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા શક્તિદાન ગઢવી નામના કલાકારે આઘાત લાગતાં તેમનું મોત થયું હતું. જ્યારે તેમની પત્નીને ગંભીર હાલતમાં મહેસાણાની લાઇફ લાઇન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ છે. ઘટનાને લઇ શોક છવાયો હતો.

સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, મહેસાણાના પ્રભુનગરમાં રહેતા શક્તિદાન વજુભા ગઢવી છેલ્લા 11 વર્ષથી કરોડરજ્જુની બીમારીથી પીડાતા હતા. ગત ગુરુવાર સાંજે તેઓ પત્ની સાથે મહેસાણાથી વતન વિરસોડા ગામે ઘરે ગયા હતા. બીજા દિવસે શુક્રવારે સવારે 9થી 9.30 વચ્ચે તેમની પત્ની મોનીકાબેન ગઢવીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોતાં શક્તિદાન ગઢવીને આઘાત લાગતાં તેમનું મોત નીપજ્યું હતું. બીજી બાજુ, મોનીકાબેનને સારવાર અર્થે મહેસાણા ખસેડાયા હતા. સાંથલ પોલીસ મોનીકાબેનને ભાનમાં આવવાની રાહ જોઇ રહી છે. સાંથલ પીએસઆઇ વી.જે. ભટ્ટે કહ્યું કે, મહેસાણાની લાઇફ લાઇન હોસ્પિટલમાંથી તબીબનો મોનીકાબેન ગઢવી ગળેટૂંપો ખાધેલ હોઇ હાલમાં સારવાર હેઠળ હોવાનો મેસેજ આવ્યો હતો. પરંતુ મોનીકાબેન હાલમાં બેભાન અવસ્થામાં હોઇ તેમના નિવેદન બાદ જ સાચી હકીકત જાણી શકાય.

(.....અનુસંધાન પાન-2)મહેસાણા તાલુકાના વિરસોડા ગામે પત્નીને ગળે ટૂંપો ખાધેલી હાલતમાં જોઇ બોલીવૂડ અને ઢોલીવૂડ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા શક્તિદાન ગઢવી નામના કલાકારે આઘાત લાગતાં તેમનું મોત થયું હતું. જ્યારે તેમની પત્નીને ગંભીર હાલતમાં મહેસાણાની લાઇફ લાઇન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ છે. ઘટનાને લઇ શોક છવાયો હતો.

સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, મહેસાણાના પ્રભુનગરમાં રહેતા શક્તિદાન વજુભા ગઢવી છેલ્લા 11 વર્ષથી કરોડરજ્જુની બીમારીથી પીડાતા હતા. ગત ગુરુવાર સાંજે તેઓ પત્ની સાથે મહેસાણાથી વતન વિરસોડા ગામે ઘરે ગયા હતા. બીજા દિવસે શુક્રવારે સવારે 9થી 9.30 વચ્ચે તેમની પત્ની મોનીકાબેન ગઢવીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોતાં શક્તિદાન ગઢવીને આઘાત લાગતાં તેમનું મોત નીપજ્યું હતું. બીજી બાજુ, મોનીકાબેનને સારવાર અર્થે મહેસાણા ખસેડાયા હતા. સાંથલ પોલીસ મોનીકાબેનને ભાનમાં આવવાની રાહ જોઇ રહી છે. સાંથલ પીએસઆઇ વી.જે. ભટ્ટે કહ્યું કે, મહેસાણાની લાઇફ લાઇન હોસ્પિટલમાંથી તબીબનો મોનીકાબેન ગઢવી ગળેટૂંપો ખાધેલ હોઇ હાલમાં સારવાર હેઠળ હોવાનો મેસેજ આવ્યો હતો. પરંતુ મોનીકાબેન હાલમાં બેભાન અવસ્થામાં હોઇ તેમના નિવેદન બાદ જ સાચી હકીકત જાણી શકાય.

(.....અનુસંધાન પાન-2)

મોનીકાબેનને વેન્ટીલેટર પર રખાયાં છે, હાલત ગંભીર છે
મહેસાણા શિલ્પા ગેરેજ પાસે આવેલી લાઇફ લાઇન હોસ્પિટલમાં મોનીકાબેનની સારવાર કરી રહેલા તબીબે કહ્યું કે, તેમને ગળે ટૂંપો ખાધેલ હોઇ હાલમાં હાલત ગંભીર કહી શકાય. વેન્ટીલેટર પર રખાયાં છે અને જો મગજમાં ઓક્સિજન ના મળે તો હાલત વધુ ગંભીર બની શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો