તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરીની રિક્ષા લઇને અમદાવાદનો ચોર મહેસાણામાં આવતાં ઝડપાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદથી સીએનજી રિક્ષા ચોરી કરી મહેસાણા આવેલો ચોર મહેસાણા એલસીબીના હાથે ઝડપાયો હતો. પોલીસ પૂછપરછમાં તેણે અમદાવાદમાંથી બે સીએનજી રિક્ષા ચોરી કર્યાની કબૂલાત કરી હતી.

જિલ્લામાં વાહન ચોરીના બનતા બનાવો અટકાવવા એસપી મનીષસિંહે આપેલી સૂચના અંતર્ગત એલસીબી પીઆઇ એસ.એસ. નિનામા સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, ત્યારે મહેસાણા હાઇવે સ્થિત વાઇડ એંગલ પાસે વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ રીતે ઝડપાયેલા રિક્ષાચાલકની પૂછપરછ કરતાં તે ઠાકોર સુરેશજી પ્રહલાદજી તલાજી (હાલ રહે.થલતેજ, મોટો ઠાકોરવાસ, મલાવ તળાવના છાપરા, અમદાવાદ, મૂળ રહે. ઝિલિયા, તા.ચાણસ્મા) હોવાનું અને તેની પાસે રહેલી રિક્ષા (જીજે 27 ડબલ્યુ 3396) અમદાવાદ પાસે અડાલજમાં બાલાપીર દરગાહ પાસેથી બે દિવસ અગાઉ ચોરી કર્યાની તેમજ જીજે 01 ડીવાય 2253 નંબરની સીએનજી રિક્ષા અમદાવાદના સોલા વિસ્તારમાંથી ચોરી કરી અડાલજ ખાતે મૂકી હોવાની કબૂલાત કરી હતી. જેને પગલે એલસીબીએ અડાલજ અને સોલા પોલીસને જાણ કરતાં પોલીસે આરોપીનો કબજો લેવા તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો