તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડનગર નવોદયની વિદ્યાર્થીનીએ દાંત વડે સાંભળવાનું યંત્ર બનાવ્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડનગરની જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ક્વિલા અને મિતવા પટેલે સાંભળવાની ક્ષમતા નથી એવા મૂકબધિરો માટે દાંત વડે સાંભળી શકાય એવા યંત્રનો પ્રોજેક્ટ નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં રજૂ કર્યો હતો. આ પ્રોજેક્ટ દેશના ટોપ 10 પ્રોજેક્ટમાં પસંદગી પામ્યો છે. કેરળના તિરૂવંતપુરમમાં 27મા નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ અધિવેશનમાં ભારત અને મધ્ય એશિયાખંડના 10થી 17 વયના 658 બાળ વૈજ્ઞાનિકોની પસંદગી કરાઇ હતી. જેમાં પ્રથમ 10 આવિષ્કારીક પ્રોજેક્ટમાંથી વિસનગરમાં રહેતી અને વડનગર નવોદય વિદ્યાલયના ધો.9માં અભ્યાસ કરતી ક્વિલા ચંદુલાલ પટેલ તેમજ ટીમ મેમ્બર ધો.11ની મિતવા પટેલે રજૂ કરેલા દાંત વડે સાંભળી શકાય એવા યંત્રના પ્રોજેક્ટની પસંદગી થઇ હતી. ટોપ 10 પ્રોજેક્ટમાં નવોદય વિદ્યાલય સમિતિ તરફથી એક માત્ર વડનગર વિદ્યાલયની વિદ્યાર્થિનીનો પ્રોજેક્ટ પસંદગી પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો