ધો.12 સાયન્સની પ્રેક્ટીકલ પરીક્ષાનો પ્રારંભ, પરીક્ષાર્થીઓને ગુલાબથી આવકાર્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા : મહેસાણા શહેર સહિત જિલ્લાના 16 પરીક્ષા કેન્દ્રોમાં શુક્રવારથી ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની પ્રેકટીકલ પરીક્ષાનો આરંભ થયો છે. પ્રથમ દિવસે વિવિધ કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓને ગુલાબના ફૂલ અને કુમકુમ તિલકથી આવકાર અપાયો હતો. શુક્રવારે સવાર અને બપોર એમ બે બેંચમાં પરીક્ષા કેન્દ્રોની લેબોરેટરીમાં ત્રણ વિષયના કુલ 1530 પૈકી 1527 વિદ્યાર્થીએ પ્રાયોગિક પરીક્ષા આપી હતી. ત્રણ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા. કેમેસ્ટ્રીમાં કુલ 637, ફિઝિક્સમાં 454 અને બાયોલોજીમાં 436 વિદ્યાર્થીએ પ્રાયોગિક પરીક્ષા આપી હતી, જ્યારે કેમેસ્ટ્રીની પ્રાયોગિક પરીક્ષામાં ત્રણ ગેરહાજર રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...