તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરો આઇસર ચોરવા સ્વીફ્ટ ગાડી લઇને ગયા હતા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણામાંથી એક પીકઅપ જીપડાલા અને ઊંઝાથી ચોરાયેલ આઇસર ગાડીની તપાસ દરમ્યાન મળેલ માહિતીના પગલે પોલીસે વોચ ગોઠવીને ચાર શખ્સોને આઇસર ગાડી સાથે ઝડપી લીધા હતા,જ્યારે એક શખ્સ નાસી ગયો હતો.

ઊંઝામાંથી રાત્રે આઇસર નંબર GJ-02-X-1710ની ચોરી થઇ છે અને ચોરી કરનાર શખ્સ સ્વીફટ ગાડી લઇ આવેલા અને આઇસરની ચોરી કરી પાલનપુર થઇ સાંચોર તરફ આવી રહ્યાની માહિતી મળતા એલસીબી અને ઊંઝા પોલીસ આધારે સાંચોર પોલીસ સ્ટેશનની હદમાં નાકાબંધી કરી ઊંઝાથી ચોરાયેલ ગાડી નંબર GJ-02-X-1710ની પાછળ નંબર વગરની સ્વીફટ આવતાં બંને વાહનોની પૂછપરછ કરતાં સ્વીફટ કાર તથા આઇસરમાં કુલ પાંચ પૈકી ચાર શખ્સો ગણપતારામ હમીરારામ ખેરાજી બિસ્નોઇ (ખીલેરી) રહે.રાજીવનગર પૂર તા.સાંચોર જી.ઝાલોર (રાજસ્થાન) ,રત્નારામ પુનમારામ ભીખારામજી બિસ્નોઇ (સારણ) રહે.અરણાય (અરણાય કા ગોળીયા) તા.સાંચોર જી.ઝાલોર (રાજસ્થાન) , જયરામ ઉર્ફે જેરીયા ઉર્ફે જયરામારામ નારાયણરામ ફગલુરામ બિસ્નોઇ (ખીચડ) રહે.નયાનગર માલીયોકીધાણી તા.ગુડામલાણી જી.બાડમેર (રાજસ્થાન), પ્રકાશકુમાર રૂગનાથારામ કોળારામ બિસ્નોઇ (સારણ) રહે. અરણાય (સારણોકી ઢાણી) તા.સાંચોર જી.ઝાલોર (રાજસ્થાન) વાળાઓને પકડી પાડ્યા હતા.જ્યારે ગોપાળ ઉર્ફે ગોપીઓ હરચંદરામ પવાર (વિસ્નોઇ) રહે. માલવાડ તા.સાંચોર (રાજસ્થાન) નાસી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો