તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવજાત બાળકની ચામડી કોમળ હોય છે, ચેપ ન લાગે તે માટે સારી જાતની પ્રોડકટ ઉપયોગ કરવો જોઈએ : ડૉ. સંજય શાહ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

દિવ્ય ભાસ્કર અને જોનસન્સના સંયુકત ઉપક્રમે શનિવારે જેન્ટલ સ્પર્શનો સેમિનાર મહેસાણાના કેશવ અર્બુદા ભવનમાં યોજાયો હતો. જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ટી.કે.સોની, પ્રતિષ્ઠિત ડૉ. સંજય શાહ, કૃણાલબેન રાવલ અને માલતીબેન એમ. પટેલે નવજાત બાળકોની કાળજી કેવી રીતે લેવી તેની સમજ આપી હતી.

જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ટી.કે. સોનીએ સેમિનારમાં ઉપસ્થિત મહિલાઓને કહ્યું કે, માતૃત્વ બહેનોને મળેલી કુદરતની અમૂલ્ય ભેટ છે. બેબી માટે સુરક્ષા અને પોષણ સૌથી જરૂરી છે. તેમણે નવજાત બાળકોને સરકાર દ્વારા અપાતી વિવિધ રસીકરણ વિશે માર્ગદર્શન આપ્યું હતું. મહેસાણાના પ્રતિષ્ઠિત ડૉ. સંજય શાહે જણાવ્યું કે, દિવ્ય ભાસ્કર અને જોનસન્સ દ્વારા બેબી કેરનું જ્ઞાન આપતાં આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. બેબી જન્મે છે ત્યારે તેની ચામડી પાતળી હોય છે, કોમળ હોય છે. તેમાં ચેપ લાગવાની શકયતા વધી જાય છે. બાળકોની સ્કિનની કાળજી માટે જોનસન્સ પ્રોડક્ટ્સનો તબીબની સલાહ મુજબ ઉપયોગ કરવો જોઈએ. શેમ્પુ, મસાજ ઓઇલ, સાબુ, પાવડર અને તેલ જેવી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરી શકાય છે. ઓઇલ મસાજથી બાળકોનો વિકાસ થાય છે.

પ્રિન્સિપાલ કૃણાલબેન રાવલે જણાવ્યું કે, જોનસન્સ 125 વર્ષ જૂની અને જાણિતી કંપની છે. મારા મતે જોનસન્સ એ બાળકોની બીજી માતા બરાબર છે. હું નાની હતી ત્યારે મારાં મમ્મી મારા માટે જોનસન્સની પ્રોડક્ટ્સ ઉપયોગમાં લેતાં હતાં. મારા બંને બાળકો માટે મેં જોનસન્સની જ પ્રોડક્ટ્સનો ઉપયોગ કર્યો છે.મહિલા અગ્રણી માલતીબેન પટેલે જણાવ્યું કે, મેં મારાં સંતાનો માટે જોનસન્સની પ્રોડક્ટ્સ ઉપયોગમાં લીધી હતી. આજે મારા પૌત્રોની કાળજી માટે જોનસન્સનો ઉપયોગ કરી રહ્યા છીએ. જોનસન્સની પ્રોડક્ટ્સ કેમિકલ યુક્ત ન હોવાના કારણે નવજાત બાળકો માટે શ્રેષ્ઠ છે. આ સાથે તેમણે જોનસન્સના ઓઇલ દ્વારા કેવી રીતે મસાજ કરવી તેની સમજ આપી હતી. સેમિનારના અંતે લકી ડ્રોમાં સોહમ વણકર અને વિશ્વા ચંદુજીને ઇનામ અપાયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો