તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કડીના ખાવડ નજીક ટેન્કર પલટી ખાઈ જતાં રોડ પર તેલની નદી વહી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડી | કચ્છના ગાંધીધામથી શનિવારે ટેન્કર (GJ 12 BW 4877)માં 42 ટન પામોલીન તેલ ભરી ચાલક છત્રાલ જઇ રહ્યો હતો. ત્યારે રવિવારે બપોરે કડી-કલ્યાણપુરા રોડ સ્થિત ખાવડ ગામે શક્તિ માતાજીના મંદિર પાસે હાઈવે પર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતાં ટેન્કર પલટી ખાઈ ગયું હતું. જેમાં તેલ રોડ પર નદીની વહેવા લાગ્યું હતું. જેને લઇ ટેન્કરના માલિકોએ આવી મજૂરોથી રોડ પર પથરાયેલું તેલ ઉલેચીને ભેગું કર્યું હતું. જ્યારે બાવલુ પોલીસે બનાવ સ્થળે પહોંચી રોડ પર તેલ પથરાયેલું હોઈ ટ્રાફિકને ડાયવર્ટ કર્યો હતો. તસવીર - ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...