ઠાકોર સમાજનાં સમૂહલગ્નમાં પાણી બચાવોના શપથ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઉત્તર ગુજરાતમાં પીવાના પાણીની વિકટ સમસ્યા માથું ઉંચકી રહી છે. ડેમના તળિયા દેખાવા લાગ્યા છે, ગામતળાવો સૂકાભઠ્ઠ પડ્યા છે. આ સ્થિતિમાં પીવાના પાણી માટે દૂર દૂર સુધી મહિલાઓએ બેડાં ઉંચકીને પાણી ભરી લાવવું પડે છે. ત્યારે મહેસાણામાં રવિવારે યોજાયેલા ક્ષત્રિય ઠાકોર સમાજ સમૂહ લગ્ન સમિતિ આયોજિત 8મા સમૂહ લગ્નમાં 11 નવયુગલો સહિત હાજર સમાજના તમામ ભાઇઓ અને બહેનો અને મહેમાનોએ \\\"હું કાયમી પાણીનો બચાવ કરીશ, ખોટું પાણી વેડફીશ નહીં\\\'નો સંકલ્પ લીધો હતો. તસવીર - ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...