તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાબરમતી નદીમાં રેતીચોરીનો મેસેજ તંત્ર પહોંચે તે પહેલાં માફિયા રફૂચક્કર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધરોઇના સાબરમતી નદી કિનારે રેતીની લીઝ સિવાયના વિસ્તારથી રેતી ઉઠાવીને લઇ જવાતી હોઇ ડેમને નુકસાન થવાની શક્યતા હોવાનો મેસેજ જિલ્લા કંટ્રોલને મળતાં સતલાસણા મામલતદાર સ્થળ પર દોડી ગયા હતા, પરંતુ તંત્ર પહોંચે તે પહેલાં રેત માફિયા ભાગી છૂટ્યા હતા.

સતલાસાણાના વસંતભાઇ કાપડીયાએ જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલરૂમમાં બપોરે 3.30 વાગે ફોન કર્યો હતો. જેને પગલે સતલાસણા મામલતદારને જાણ કરાઇ હતી અને રજુઆતકર્તા સાથે વાતચીત કરીને સુચિત સ્થળે મામલતદાર દોડી ગયા હતા.જોકે કંઇ હાથ લાગ્યુ નહોતું.નદીપટ્ટમાં રેતી ખનનની તપાસ કરવામાં પણ સ્થળ સુધી પહોચે તે પહેલા ખાણમાફીયાઓના વિસ્તારમાં નેટવર્કથી ભણક લાગી જતા ટીમ પહોચે તે પહેલા ખનન વાહન સાથે પલાયન થઇ જતા હોવાની બુમરાડ ઉઠી છે. વસંતભાઇ કાપડીયાએ કહ્યુ કે, રાત્રે પણ નદીપટ્ટ એરીયાથી સતલાસણા હાઇવે પરત રેતીના વાહનો નિકળતા હોય છે. સતલાસાણા મામલતદાર સજ્જનસિહ ચૌહાણે કહ્યુ કે, અરજદારે કહ્યુ તે સુચિત નદી કિનારેના એરીયામાં વાહન જ થઇ શકે તેમ નથી. કિનારે ઉભા રહીને એક કલાક સુધી નીરીક્ષણ કર્યુ હતુ પણ કોઇ વાહન દેખાયા નથી.

ધરોઇ એરીયાના સાબરમતીનદીપટ્ટમાં એક જ કાયદેસરની લીઝ અપાયેલી છે.બાકીના વિસ્તારમાં ખનન ન થઇ શકે.જ્યારે મદદનિશ ભૂસ્તર અધિકારી બી.એમ.જાલોદ્રાએ કહ્યુ કે, ધરોઇ એરીયાના નદીપટ્ટમાં રેતી ખનન અંગેનો મેસેજ મળ્યો નથી.

હડોલમાં પાંચ ટન ગ્રેવલ ખનિજ ભરેલ ગાડી પકડાઇ
હડોલ નદીપટ્ટ વિસ્તારમાંથી મોટાપથ્થર(ગ્રેવેલ) ખનિજ ભરીને ગુરુવારે નીકળતી ટ્રક પકડાઇ હતી. 5 ટન ગ્રેવેલ રોયલ્ટી કે મંજૂરી વગર ભરેલી હોઇ ગાડી સીઝ કરાઇ હોવાનું ખાણ- ખનિજ વિભાગના સૂત્રોએ કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો