તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉત્તરાયણ નજીક આવતાં પતંગ-દોરીનું માર્કેટ ખુલ્યું છે. મહેસાણા શહેરમાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉત્તરાયણ નજીક આવતાં પતંગ-દોરીનું માર્કેટ ખુલ્યું છે. મહેસાણા શહેરમાં ઉત્તરાયણ સુધીમાં દોરીનું માર્કેટ 3 થી 4 કરોડનું રહે છે. તેની સામે ડુપ્લીકેટ દોરીનું માર્કેટ અંદાજે દોઢ કરોડનું રહે છે.

ઉત્તરાયણ નજીક આવતાં પતંગ-દોરીનું માર્કેટ ધીમે ધીમે તેજી પકડી રહ્યું છે. વેપારીઓના જણાવ્યા અનુસાર, ઉત્તરાયણના 14 દિવસના માર્કેટમાં 3 થી 4 કરોડનો વેપાર થતો હોય છે. આ સાથે ડુપ્લીકેટ દોરીનો વેપાર અંદાજે દોઢ કરોડનો રહેતો હોય છે. ડુપ્લીકેટ દોરી બનાવતાં એટલા તો ભેજેબાજ છે કે ગ્રાહક પહેલી નજરે દોરી ઓરીજીનલ છે કે ડુપ્લીકેટ તે પારખી શકતો નથી. તેની પાછળનું કારણ એ છે કે બ્રાન્ડેડ કંપનીઅો દોરીનું ડુપ્લીકેશન ન થાય તે માટે જેટલી સાવચેતી રાખી હોલમાર્ક અને લેબલ તૈયાર કરે છે તેવા જ હોલમાર્ક અને લેબલનું ડુપ્લીકેશન કરી ડુપ્લીકેટ દોરી બજારમાં ઉતારે છે. એમાંય ડુપ્લીકેશન અને ઓરીજીનલ દોરી વચ્ચે વેપારીને રૂ.40 થી 50 નો ફાયદો થતો હોઇ ડુપ્લીકેટ દોરીનું વેચાણ પણ વધી રહ્યું છે.

મહેસાણાના પતંગ રસીયાઓ અજાણતાં છેતરાઇને ડુપ્લીકેટ દોરીની ખરીદી કરી બેસે છે. ડુપ્લીકેટ દોરીનું માર્કેટ અંદાજે દોઢ કરોડનું રહે છે.

અન્ય સમાચારો પણ છે...