તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પતિએ પત્ની પાસે છુટાછેડા આપવા રૂ.50 હજાર માંગ્યા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લગ્નના 20 વર્ષ બાદ નિ:સંતાન પત્નીને ઘરમાંથી કાઢી મુકનારા પતિએ છુટાછેડા આપવાના રૂ.50 હજાર માંગી ધમકીઓ આપવાનો મામલો મહિલા સહાયતા કેન્દ્રમાં પહોંચ્યો છે. મહિલાએ પતિથી છુટકારો મેળવવા માંગણી કરી છે.

વિસનગર તાલુકાની 38 વર્ષની મુસ્લિમ મહિલાના લગ્ન 20 વર્ષ પૂર્વે જ્ઞાતિમાં થયા હતા. લગ્નજીવન દરમિયાન નિ:સંતાન હોવાનો દોષ મહિલાને આપતાં પતિ અને સાસરિયાં દ્વારા તેના પર અસહ્ય ત્રાસ ગુજારતા હતા અને 2 વર્ષ પૂર્વે તેણીને ઘરમાંથી કાઢી મૂકી હતી. હાલમાં ત્યકતા માસીના ઘરે આશરો લઇ રહેલી મહિલાએ લગ્નજીવનનો અંત આણવા મહેસાણા કોર્ટમાં કેસ કરવાની સાથે પતિ પાસેથી ભરણપોષણ મેળવવા અરજી કરી હતી. પરંતુ છેલ્લા 2 વર્ષથી ભરણપોષણના કેસમાં એકપણ મુદતમાં હાજર ન રહેનારા પતિએ તાજેતરમાં મહિલાને છુટાછેડા લેવા હોય તો રૂ.50 હજાર આપ તેમ કહી ધમકી આપી હતી. જેને પગલે મહિલાએ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન સ્થિત મહિલા સહાયતા કેન્દ્રમાં ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો