તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થરાદના લોરવાડાની શાળાના આચાર્યને વાલીએ માર માર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ | થરાદ તાલુકાના લોરવાડા ગામની પ્રાથમિક શાળાના આચાર્ય રતનસિંહભાઇ નાનજીભાઇ પટેલ સમક્ષ શાળાના વિદ્યાર્થીઓ ફરિયાદ કરી કે અન્ય વિદ્યાર્થી અમને-હેરાન કરે છે. જેથી શુક્રવારે આચાર્યએ હેરાન કરતા છાત્રના વાલીને બોલાવતાં વાલી જયરામભાઇ જોષી ચપ્પુ અને લાકડી લઇ આવી આચાર્ય પર હુમલો કરી શાળામાં રહેલ કોમ્પ્યુટર સહિત ચીજ વસ્તુઓને નુકસાન કરી જતાં રહ્યા હતા. આચાર્યને સારવાર અર્થે થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ઘટનાને પગલે પોલીસ હોસ્પિટલ ખાતે દોડી આવી આચાર્ય પર હુમલો કરનારા જયરામભાઇ અભેરામભાઇ જોશી વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...