તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાથરૂમમાં ન્હાવા ગયેલી યુવતી ગેસગીઝરમાં લીકેજ થતાં ઢળી પડી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણામાં રાધનપુર રોડ પર આવેલા સહજ ફ્લેટમાં રહેતી એક યુવતી શનિવારે સવારે બાથરૂમમાં ન્હાવા બેઠી હતી, ત્યારે ગેસ ગીઝરમાં લીકેજના કારણે એકાએક બેભાન થઇ જતાં દરવાજો તોડીને બહાર કાઢી સારવાર માટે ખસેડાઇ હતી. જ્યાં તેની હાલત સુધારા પર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

શહેરના રાધનપુર રોડ પરના સહજ ફ્લેટમાં બી/406 નંબરના મકાનમાં રહેતા ગીરીશભાઇ પંચાલની 18 વર્ષની પુત્રી નિરાલી શનિવારે સવારે બાથરૂમમાં ન્હાવા ગઇ હતી. ઘણો સમય થવા છતાં બહાર ના આવતાં તેની માતાએ બાથરૂમનો દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ અંદરથી કોઇ અવાજ ના આવતાં હાજર ગીરીશભાઇએ સિન્ટેક્ષનો દરવાજો તોડતાની સાથે જ સામેનું ચિત્ર જોઇ હેબતાઇ ગયા હતા. અર્ધબેભાન અવસ્થામાં પડેલી નિરાલીને સારવાર માટે ખાનગી દવાખાનામાં લઇ જવાઇ હતી. ગીરીશભાઇના કહેવા મુજબ, ગેસ ગીઝર ચાલુ રહેતાં ક્સિજનનું પ્રમાણ ઘટના આવી ઘટના બની શકે છે.

નિરાલી પંચાલને સારવાર અપાઇ હતી.

પાલનપુરમાં બાથરૂમમાં ગુંગળામણથી એક યુવાનનું મોત થયું હતું
પાલનપુરના ઢુંઢીયાવાડી વિસ્તારમાં સુવિધા એપાર્ટમેન્ટમાં રહેતા દેવેન દિનેશ કુમાર પરમાર (19) ગત બુધવારે સવારે બાથરૂમમાં અચાનક ગૂંગળામણના લીધે બેહોશ થયો હતો. જેને સિવિલના તબીબે મૃત જાહેર કર્યો હતો.

સાવચેતી : ગેસગીઝર બાથરૂમની અંદર નહીં બહાર જ લગાવો, માત્ર નળ જ બાથરૂમમાં આપો
ગેસલીકેજથી મોટી હોનારત સર્જાઇ શકે છે
ગેસ ગીઝરમાં ફેમેબલ ગેસ આવે છે. જેમાં હવે ફેનવાળા વેન્ટીલેશન હોઇ આખી રાત માઇનોર લીકેજ હોય અને બાથરૂમનો દરવાજો બંધ હોય ત્યારે સવારે જ્યારે લાઇટની સ્વીચ પાડો ત્યારે આગ લાગવાની ઘટના બની શકે છે. કોઇ વ્યક્તિને ઉઠતાંની સાથે જ સિગારેટ પીવાની ટેવ હોય અને ગેસ ગીઝરયુક્ત ટોયલેટ એટેચ બાથરૂમમાં જ્યારે તે સિગારેટ સળગાવીને બેસે ત્યારે અકસ્માતનો ભય રહેતો હોય છે. આજ રીતે બાથરૂમનો દરવાજો બંધ હોય અને ગરમ પાણીના ધુમાડા વચ્ચે સફોકેશન અને ગેસ ગીઝરમાંથી પ્રવર્તત કેટલાક કિરણોની અસરથી પણ વ્યક્તિ બેભાન થઇ શકે છે. હરેશભાઇ પટેલ, ફાયર ઇન્સપેક્ટર,મહેસાણા પાલિકા

બાથરૂમમાં ઓક્સિજનની હાજરી ઘટતાં આવું બની શકે
બાથરૂમમાં બારી નાની હોઇ હવાની અવરજવર ના રહેતાં ઓક્સિજનની હાજરી ઘટે છે. આ સંજોગોમાં ગેસ ગીઝરમાંથી ઉત્પન થતા કાર્બોડાયોકસાઇડ અને કાર્બોમોનોકસાઇડ શ્વાસમાં જાય ત્યારે મગજ પર તેની સીધી અસર થતાં વ્યક્તિ બેભાન થઇ જાય છે. કેટલાક કિસ્સામાં બાથરૂમમાં જ પડ્યું રહેતાં મોત પણ થઇ શકે છે. ર્ડા. વિષ્ણુ પટેલ, ફિજિશિયન

આ ધ્યાનમાં રાખો
ગીઝરની બિલકુલ સામે અને ઉપર વેન્ટીલેશન હોવું જોઇએ.

ફ્લેટ કે નાની જગ્યામાં જો બાથરૂમમાં જ ગેસ ગીઝર લગાવો તો ગરમ પાણીની ડોલ ભર્યા બાદ ન્હાવા જવું હિતાવહ છે.

ગેસ ગીઝર બ્રાન્ડેડ કંપનીના લગાવો, જેમાં ઓડિયેશ સિસ્ટમ મુકેલી હોય છે. જે ઓક્સિજન ઉત્પન કરે છે.

અન્ય સમાચારો પણ છે...