2 સંતાનોના પિતાએ લીવઇનમાં પ્રેમિકાનું ઘર માંડ્યું, પત્નીએ પોલીસની મદદ માંગી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લગ્નના 14 વર્ષ બાદ પત્ની ન ગમતાં પતિએ પરિણીત પ્રેમિકા સાથે લીવઇનમાં ઘર માંડયું અને પત્નીએ બે સંતાનો સાથે પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

મહેસાણા નજીક સુખપુરડા ગામના યુવાનના લગ્ન વર્ષ 2005માં જ્ઞાતિની યુવતી સાથે થયા હતા. લગ્નજીવનમાં 2 સંતાનો છતાં યુવાનને એક વર્ષ પૂર્વે અન્ય પરિણીત મહિલા સાથે પ્રેમ થઇ જતાં તેણે દારૂ પીને પત્નીને મારવાનું શરૂ કર્યું હતું. જોકે, પતિનો માર ખાઇને પણ સંતાનોને સાચવીને રહેતી મહિલાને તાજેતરમાં પતિએ પોતે અન્ય મહિલા સાથે લીવઇન રિલેશનશીપનો કોન્ટ્રાકટ કર્યો હોવાનું કહી ઘરમાંથી કાઢી મૂકી હતી.

પિયર રહેતી મહિલાએ પતિના ઘરે પરત ફરવા ડીવાયએસપી મંજીતા વણઝારાને મળ્યા બાદ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં પતિ અને તેની પ્રેમિકા સામે ગુનો નોંધાવવા તજવીજ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...