તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રેકટર ખાડામાં ખાબકતાં મોયણના યુવાનનું મોત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જોટાણા તાલુકાના મોયણથી છાલેસરા ગામ તરફ જવાના માર્ગે પૂરઝડપે જઇ રહેલું ટ્રેકટર ખાડામાં ખાબકતાં તેની ઉપર બેઠેલા યુવાનનું જમીન પર પટકાતાં ગંભીર ઇજાના કારણે મોત થયું હતું. કડી પોલીસમાં ટ્રેકટર ચાલક સામે ગુનો નોંધાયો હતો.

મોયણ ગામના નાગજી ગોવિંદજી ડાભી રવિવારે બપોરે ઘરેથી પોતાનું ટ્રેક્ટર (જીજે 01 આરએન 0464) પર ગામમાં રહેતા મિત્ર જવાનજી ગેદાલજી ઠાકોર (35)ને લઇ ખેતરે જવા નીકળ્યા હતા. બપોરે 2 વાગ્યે તેઓ મોયણથી છાલેસરા ગામની સીમમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે નર્મદા કેનાલ પાસે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં ટ્રેકટર ખાડામાં પટકાયું હતું. જેમાં ટ્રેકટર પર બેઠેલા જવાનજી ઠાકોર જમીન પર પટકાતાં માથા અને શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજાઓ થઇ હતી. જેમાં તેનું મોત થયું હતું. કડી પોલીસે ભલાજી કેશાજી ઠાકોરની ફરિયાદ આધારે ટ્રેકટર ચાલક નાગજી ડાભી સામે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો