ફોર્મ ભરતી વખતે 5થી વધુની હાજરી મુદ્દે કલેકટરે ટકોર્યા, હવે બહાર કોણ જશે?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર એ.જે. પટેલ બુધવારે રેલી રૂપે ફોર્મ ભરવા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. તેમની સાથે પ્રદેશ પ્રભારી માયાબેન દવે, ધારાસભ્ય ભરતજી ઠાકોર અને સુરેશ પટેલ, માજી સાંસદ અલકા ક્ષત્રિય, જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ દરબાર સહિત આગેવાનો ચૂંટણી અધિકારીની કચેરીમાં આવી ગયા હતા. ઉમેદવાર સાથે 5થી વધુની હાજરીના મુદ્દેકલેકટર એચ.કે.પટેલે ટકોર્યા, છતાં સભ્યો ખુરશીમાં બેસી રહેતાં કલેકટરે ચૂંટણી કમિશ્નરના આદેશનું પાલન કરી રહ્યા છીએ અને આ અંગે ગુનો પણ દાખલ થઇ શકે તેવું કહેતાં કયા સભ્યને બહાર મોકલવા તે મુદ્દે ઉમેદવાર ઘડીભર તો અવઢવમાં મૂકાઇ ગયા, પણ માણસા ધારાસભ્ય સુરેશ પટેલ સહિત આગેવાનો પોતાની રીતે જ બહાર નીકળી ગયા હતા. તસવીર - ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...