તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમાધાન નિષ્ફળ રહેતાં સફાઇ કર્મીઓની હડતાળ છઠ્ઠા દિવસે પણ યથાવત રહી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણમાં સફાઇ કામદારોની સાત માંગણીઓ સાથે સતત છઠ્ઠા દિવસે હડતાલ યથાવત રહેતા શહેરમાં જાહેર રસ્તાઓમાં સફાઇ મેનેજમેન્ટ ખોરવાઇ જવા પામ્યુ છે.બીજી તરફ હડતાલના પગલે પાલિકા સત્તાધિશોને સમાધાન ન થતા ઠંડીમાં મંડાગાઢ ઉકેલવામાં પરસેવો છૂટી રહ્યો છે.આ દરમ્યાન કાયમી સફાઇ કામદારોને મંજૂરી વગર કામ પર ન આવતા ફરજમાં બેદરકારી દાખવી હોઇ શિક્ષાત્મક પગલા કેમ ન લેવા તેનો ત્રણ દિવસમાં ખુલાસો પૂછતી અને 24 કલાકમાં હાજર થવા નોટીશ પાઠવી છે.આ ઘટનાક્રમ દરમ્યાન સાંજે પાલિકામાં પ્રમુખ અને કામદાર પ્રતિનિધીઓ વચ્ચે સમાધાન માટે ચર્ચા બેઠક સંઘના પ્રમુખ ઉપસ્થીત ન હોઇ નિર્ણાયક બની નહોતી.

પાલિકામાં શનિવારે રજાના દિવસે સત્તાધિશો અને કામદારોના પ્રતિનિધીઓ વચ્ચે સાંજે સમાધાન પ્રયાસમાં પ્રમુખ ઘનશ્યામભાઇ સોલંકી,ચીફઓફીસર જીગર પટેલ સાથે કામદાર કર્મચારી સંઘના અશોક વાધેલા, ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ ગાંધીનગરના પૂર્વ ડિરેક્ટર ગંગારામ સોલંકી વગેરેની બેઠક મળી હતી.જેમાં વધુ જગ્યાઓએ ભરતી માટે સરકારમાં મંજૂરી માંગીએ, ડ્રેનેજમાં 42 ભરતીમાં સમાવા માટે પ્રક્રિયા કરીએ વગેરે મુદ્દે પ્રમુખે કામદાર પ્રતીનિધીઓ સાથે ચર્ચા કરી હતી.જોકે કામદાર કર્મચારી સંઘના પ્રમુખ પ્રહલાદભાઇ ચૌહાણ હાજર ન હોઇ મંત્રીએ તેમની સાથે પરામર્શ કર્યા પછી જવાબ આપીશુ તેમ કહી બેઠક સમેટાઇ હતી. નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઇ સોલંકીએ કહ્યુ કે,કામદારોની ભરતી, ડ્રેનેજમાં ભરતી માટે સરકારમાં મંજૂરી માટે પત્ર લખીશુ, આ અંગે કામદાર પ્રતિનીધીઓ સાથે જે થઇ શકે તે પ્રયત્નોની બાબત રાખી છે, હવે તેવો જણાવશે.

અન્ય સમાચારો પણ છે...