વસ્તી ગણતરીમાં 16 એપ્રિલથી 31 મે સુધી ઘરયાદી તૈયાર કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેશમાં દશકા પછી ફરી વસ્તી ગણતરીની તૈયારી હાથ ધરાઇ છે. જેમાં 16 એપ્રિલથી 31 મે સુધી ઘરયાદી તૈયાર કરવામાં આવશે. આ વખતે મોબાઇલ એપ્લીકેશન મારફતે ઘરે ઘરે ફરીને ડેટા એકત્ર કરાનાર છે. મહેસાણા જિલ્લામાં બે તબક્કામાં યોજાનારી વસ્તી ગણતરી અંતર્ગત સોમવારે અને મંગળવારે તમામ તાલુકા મામલતદાર, શહેરી ચીફ ઓફિસરો તેમજ કામગીરી સંલગ્ન કર્મચારીઓની કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં તાલીમ શિબિર યોજાઇ હતી.

આ અંગે વસ્તી ગણતરી જિલ્લા નોડલ ઓફિસર એચ.એસ. ભાવસારે કહ્યું કે, 16 એપ્રિલથી 31 મે સુધી ઘરયાદી તૈયાર કરનાર છે. ફેબ્રુઆરીમાં ઘરે ઘરે ફરી વસ્તી ગણતરી ચાલી રહી છે. જેમાં ઘરયાદી કેવી રીતે તૈયાર કરવી સહિતની કાર્ય પધ્ધતિ અને ડેટા સંકલનને આવરી લઇ જિલ્લાના તમામ તાલુકા મામલતદાર અને પાલિકાઓના ચીફ ઓફિસરોને તાલીમ આપવામાં આવી છે.

સંલગ્ન કર્મચારીઓની કલેકટર કચેરીમાં શિબિર યોજાઇ

જિલ્લામાં વસ્તી ગણતરી માટે અધિકારીઓ અને કર્મચારીઓને બે દિવસ તાલીમ અપાઇ
અન્ય સમાચારો પણ છે...