તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાની બહેન સાથે મિત્રતા રાખનારા યુવાનનો ભાઇએ પગ ભાગી નાખ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાની બહેન સાથે મિત્રતા રાખનારા મહેસાણાના યુવાનને જાહેર રોડ પર બેજબોલની સ્ટીકથી ફટકારી પગ ભાગી નાખનારા યુવતીના ભાઇ સહિત 4 સામે વિજાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

વિજાપુરના ભાટવાડામાં રહેતા હર્ષ જયેશભાઇ બારોટને તેની નાની બહેન મહિમાને દેદિયાસણ જીઆઇડીસીમાં આવેલા સર્વમંગલ ફ્લેટમાં રહેતા જય બળદેવભાઇ પટેલ સાથે મિત્રતા હોવાની જાણ થતાં બોલાચાલી થઇ હતી. ગત બુધવારે બપોરે વિજાપુરની ક્રિષ્ણા હોસ્પિટલ પાસે ઓમ પાર્લર આગળ ઉભેલા જય પટેલને જોતાંની સાથે જ હર્ષ બારોટ અને તેના 3 મિત્રોએ બેજબોલની સ્ટીકથી હુમલો કર્યો હતો. જમણા પગે અને ઢીંચણની નીચે ફ્રેકચર થયું હતુ. જય બળદેવભાઇ પટેલે વિજાપુરના હર્ષ જયેશભાઇ બારોટ અને અન્ય 3 સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...