તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Mehsana News The Aatmar Auction Market Filled In The East Coast Of Uttarayan In The Toranwadi Mataji Chowk Has Been Exchanged For Last 10 Years 032129

તોરણવાળી માતાજીના ચોકમાં ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ ભરાતું પતંગ હરાજીનું બજાર છેલ્લા 10 વર્ષથી વિસરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ત્રણેક દાયકાથી મહેસાણામાં ઉત્તરાયણની મજા માણતાં પતંગ રસિયાઓના મત્તે ભરાતાં પતંગ દોરીના બજારથી લઇ તેની ઉજવણીના ઉત્સાહમાં પણ મોટો ફેરફાર આવ્યો છે. શહેરના તોરણવાળી માતાના ચોકમાં ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ ભરાતું પતંગનું હરાજીનું બજાર છેલ્લા 10 વર્ષથી વિસરાયું છે. જ્યારે આઝાદ ચોક અને તોરણવાળી માતાના ચોકમાં ભરાતું શહેરનું સૌથી મોટું પતંગ-દોરીનું બજાર ગણ્યા-ગાંઠ્યા વેપારીઓ પુરતું સમેટાયું છે.

દોરીમાં કાચનું ચલણ ઓછું હતુ, એટલે અકસ્માત પણ નહોતા થતા
છેલ્લા 25 વર્ષથી મહેસાણામાં ઉત્તરાયણનો પર્વ ઉજવી રહ્યો છું. આ 25 વર્ષમાં મોટા ચાંદવાળા, પાવલા, અડદીયા અને પોણીયા જેવી પતંગની જાતો આજે બજારમા જોવા મળતી નથી. આજના બાળકોને તો આ નામ જ નવા લાગશે. 10 વર્ષ પહેલાં સુધી તો પ્લાસ્ટીકના પતંગને કોઇ હાથ પણ લગાડતું ન હતું. એ સમયે ઉત્તરાયણના દિવસોમાં અકસ્માતો ના બરાબર થતાં હતા. આજે પણ હું ઓછા કાચવાળી દોરીથી પતંગ ઉડાવું છું. દોરીમાં વધુ કાચ હોય તો સારા પેચ લડાવી શકાય એ માન્યતાને હું નથી માનતો. ધવલકુમાર ઠાકર(ઉ.વ.38)

ત્રણ મહિના પહેલાં ઉત્તરાયણની તૈયારીઓ જામતી જોઇ છે
છેલ્લા 3 દાયકાથી મહેસાણામાં જ ઉત્તરાયણની મજા માણું છે. છેલ્લા 10 વર્ષમાં ઘણુ બધુ બદલાયું છે. અમારા સમયે તૈયાર ફિરકીઓનું ચલણ ના બરાબર હતું. જેને લઇ લોકો દોરી પિવડાવવા 3 મહિના પહેલાં બજારમાં આવતાં હતા. 10 વર્ષથી તૈયાર દોરીનું ચલણ વધતાં આજે માત્ર 10 દિવસ પહેલાં જ ઉત્તરાયણનું બજાર લાગે છે. તોરણવાળી માતાના ચોકમાં ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ પતંગની હરાજી બોલાતી હતી, જે મોડી રાત સુધી ચાલતી હતી તે આજે લુપ્ત થઇ છે. આઝાદ ચોક અને તોરણવાળી માતાના ચોકમાં ઉત્તરાયણ પૂર્વે 3 મહિના પહેલાં જામતું બજાર આજે ના બરાબર જોવા મળે છે. નાનજીભાઇ પંચાલ(ઉ.વ.52)

અન્ય સમાચારો પણ છે...